આપત્તિને અવસરમાં ફેરવતું સુરત, મુંબઈના ડાયમંડ વેપારીઓ સુરત શિફ્ટ થવા લાગ્યા

  • Publish Date - 8:18 pm, Mon, 28 September 20 Edited By: TV9 Webdesk11
આપત્તિને અવસરમાં ફેરવતું સુરત, મુંબઈના ડાયમંડ વેપારીઓ સુરત શિફ્ટ થવા લાગ્યા


ગુજરાતની આર્થિક પાટનગરી સુરત આપત્તિમાં પણ અવસર શોધી લે છે. હાલના સમયમાં જ્યાં અન્ય શહેરોની હાલત ખરાબ છે. ત્યાં સુરતે વેપાર માટે નવા રસ્તા બનાવ્યા છે. આ જ કારણ છે કે કોરોના કાળમાં પણ મુંબઈથી 70 ડાયમંડ વેપારીઓ સુરત શિફ્ટ થઈ ગયા છે. હવે તેઓ અહીં જ બિઝનેસ કરશે. દિવાળી સુધી હજી 100 થી વધુ ડાયમંડ વેપારીઓ સુરત શિફ્ટ થાય તેવી શકયતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડાયમંડ અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે બે વર્ષમાં 200 થી વધુ ડાયમંડ કંપનીઓ સુરત આવી ચૂકી છે. અહીં બની રહેલા હીરા બુર્સના કારણે ધીરે ધીરે ઉધોગો શિફ્ટ થઈ રહ્યા છે. તે સિવાય હવે સુરતમાં પણ નિકાસની સુવિધા ઉભી થઇ ચુકી છે. જે અત્યારસુધી ફક્ત મુંબઈથી જ થતું હતું.

સુરતમાં અત્યાધુનિક ડાયમંડ બુર્સની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવી ચૂક્યું છે. હજી ડાયમંડ બુર્સના નિર્માણને 2 વર્ષ લાગશે પણ તેના નિર્માણ પહેલા જ હીરા કંપનીઓનું સ્થળાંન્તર શરૂ થઈ ચૂક્યું હતું. 2022 સુધી મુંબઈના 60 થી 80 ટકા ઉધોગો સુરત સ્થળાંન્તર થવાની સંભાવના છે.

હીરા ઉધોગકારોનું માનીએ તો દિવાળી સુધી આ વેપારીઓની સુરત આવવાની સંખ્યા બમણી થાય એવી સંભાવના છે, અને તેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ ચોક્કસ લાભ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati