1 એપ્રિલથી ગુજરાતની બોર્ડર પર ફરજીયાત RTPCR રિપોર્ટનો નિયમ, ટ્રાવેલ્સ ઉદ્યોગને પડ્યા પર પાટા સમાન

મહારાષ્ટ્ર, પુણે , રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આવતી બસોને રાત્રે બોર્ડર પર 3-4 કલાક અટકાવવામાં આવે છે અને મુસાફરોને હેરાનગતિ કરવામાં આવે છે.

  • Tv9 webdesk41
  • Published On - 16:05 PM, 3 Apr 2021
1 એપ્રિલથી ગુજરાતની બોર્ડર પર ફરજીયાત RTPCR રિપોર્ટનો નિયમ, ટ્રાવેલ્સ ઉદ્યોગને પડ્યા પર પાટા સમાન

ગુજરાત સરકારે 1 એપ્રિલથી ગુજરાતની બોર્ડર પર પ્રવેશતા મુસાફરોમાં અન્ય રાજ્યો માંથી આવતા મુસાફરોના RTPCR ટેસ્ટ ફરજીયાત કરી દેવાતા ટ્રાવેલ્સ ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. જેને લઈને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ આ નિર્ણય પર ફેરવિચારણા કરવા રજુઆત કરી રહ્યા છે.

1 એપ્રિલથી ગુજરાતની બોર્ડર પર ફરજીયાત RTPCR રિપોર્ટ નો નિયમ ટ્રાવેલ્સ ઉદ્યોગને પડ્યા પર પાટા સમાન છે. ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે જેને લઈને ગુજરાત રાજ્ય સરકારની ચિંતા માં પણ વધારો થયો છે. જેને લઈને 1 એપ્રિલથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા મુસાફરોના RTPCR ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. જેને કારણે મહારાષ્ટ્ર, પુણે , રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી આવતી બસોને રાત્રે બોર્ડર પર 3-4 કલાક અટકાવવામાં આવે છે અને મુસાફરોને હેરાનગતિ કરવામાં આવે છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાત બહારથી આવતા મુસાફરોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે જેને કારણે ટ્રાવેલ્સ સંચાલકોને ભારે નુક્સાની સહન કરવાનો વારો આવી રહ્યો છે.

 

મુસાફરોની સાથે સાથે વિવિધ ટ્રાવેલ્સના ડ્રાઈવર તેમજ કંડક્ટરને પણ 72 કલાક પછી RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડી રહ્યો છે. જો કે ડ્રાઈવર તેમજ કંડક્ટરની એક દિવસની આવક માંડ 500 રૂપિયા જ હોય છે . આવી પરિસ્થિતિમાં ડ્રાઈવર તેમજ કંડક્ટરને પણ પરવડતું નથી. જેને કારણે કોઈ ડ્રાઈવર આવા રૂટ પર જવા તૈયાર થતા નથી. જેને લઈને ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી છે કે ગુજરાતની સરહદો પર RTPCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે તેમાં રાહત આપવામાં આવે અને RTPCR ટેસ્ટના બદલે રેપીડ ટેસ્ટ માન્ય રાખવામાં આવે..

કોરોના લોકડાઉનથી અત્યાર સુધી ટુર ઓપરેટર્સને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે જેને લઈને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ ખાસ પ્રકારની આર્થિક મદદ કરવામાં આવી નથી ત્યારે હોળી-ધુળેટી ના પર્વે પણ રાજસ્થાન સરકારના કોવિડ ગાઈડલાઈન કડક કરવાના આ નિર્ણયને લઈને ટુર ઓપરેટર્સને નુકસાની સહન કરવી પડી હતી અને હવે 1 એપ્રિલથી ગુજરાતની બોર્ડર પર ફરજીયાત RTPCR રિપોર્ટ નો નિયમ ટ્રાવેલ્સ ઉદ્યોગને પડ્યા પર પાટા સમાન છે.

આ પણ વાંચો : આખરે એવું તે શું કારણ છે કે લોકો Corona રસી લીધા બાદ પણ થઇ રહ્યા છે કોરોના સંક્રમિત, વાંચો એક ક્લિકે