ગુજરાતમાં 77 આઈએએસ અધિકારીઓની બદલી

ગુજરાત સરકારે આજે સનદી અધિકારીઓની બદલીનો ( Transfer ) ગંજીપો ચિપ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાના કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહીત કુલ 77 સનદી અધિકારીઓની ( IAS officers ) અસર પરસ બદલીના હુકમ કર્યા છે.

ગુજરાતમાં 77 આઈએએસ અધિકારીઓની બદલી
File Image
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 1:18 PM

ગુજરાત સરકારે આજે ઉચ્ચ સનદી અધિકારીની સાગમટે બદલી ( Transfer ) કરી છે. બદલી કરાયેલા અધિકારીઓમાં ગાંધીનગર સચિવાલય સ્થિત સચિવ ઉપરાંત વિવિધ જિલ્લાઓના જિલ્લા કલેકટરનો  પણ સમાવેશ થાય છે.

બદલી કરાયેલા સનદી અધિકારીઓમાં વિવિધ જિલ્લાઓના કલેકટર (District Collector )  જિલ્લા વિકાસ અધિકારીઓ (District Development Officer), મ્યુનિસિપલ કમિશનર ( Municipal Commissioner ) તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહીતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માની બદલી શ્રમ વિભાગના અગ્ર સચિવ પદે કરવામાં આવી છે. એસટી નિગમના મેનેજીંગ ડિરેકટર એચ. જે હૈદરની બદલી શિક્ષણ વિભાગના અગ્ર સચિવપદે કરવામાં આવી છે. મહિસાગરના કલેકટર આર બી બારડની બદલી, વડોદરના કલેકટર તરીકે કરવામાં આવી છે. નવસારીના કલેકટર અર્દા અગ્રવાલની રાહત નિયામક તરીકે કરવામાં આવી છે. તો જીએસડીએમનો હવાલો પણ તેમને જ સોપવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જામનગરના કલેકટર રવિશંકરની બદલી સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે મુખ્ય વ્યવસ્થાપક તરીકે કરવામાં આવી છે. તો તેમને નર્મદા નિગમ લિમીટેડના જોઈન્ટ મેનેજીગ ડિરેકટરની જવાબદારી આપવામાં આવી છે. રાજકોટના કલેકટર રમ્યા મોહનની બદલી, આરોગ્ય વિભાગમાં મિશન હેલ્થના ડાયરકેટર પદે કરવામાં આવી છે.

કયા કયા  જિલ્લાના બદલાયા કલેકટરઃ

મહિસાગર – આર બી બારડ રાજકોટ – રમ્યા મોહન જામનગર – રવિશંકર નવસારી- અર્દા અગ્રવાલ આણંદ – આર જી ગોહીલ સુરત – ઘવલ પટેલ દાહોદ- વિજય ખરાડી કચ્છ- પ્રવિણા ડી. કે. દેવભૂમિ દ્વારકા- નરેન્દ્ર મીણા ગીર સોમનાથ- અજય પ્રકાશ જૂનાગઢ-ડૉ. સૌરભ જામસીંગ અમરેલી- આયુષ ઓક સુરેન્દ્રનગર- કે રાજેશ છોટા ઉદેપુર- સુજલ માયાત્રા અરવલ્લી-અમૃતેશ ઔરગાબાદકર પંચમહાલ-અમિત અરોરા બોટાદ- વિશાલ ગુપ્તા ભાવનગર-ગૌરાગ મકવાણા

કયા મ્યુનિસિપલ કમિશનર બદલાયા ઉદીત અગ્રવાલ – રાજકોટ રતનકુંવર ગઢવીચારણ – ગાંધીનગર તુષાર સુમેરા- જૂનાગઢ

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">