Cronona નો કરુણ અંજામ : પુત્રને જન્મ આપ્યા બાદ ૧૦ દિવસથી માતા સંતાનને છાતીસરસો ચાંપવા વલખા મારતી મૃત્યુ પામી
ભરૂચમાં કોવિડ સ્મશાનમાં આજે કલ્પાંતના દ્રશ્યોએ તમામની આંખો ભીંજવી નાખી હતી. ૨૨ વર્ષીય કોરોના(Corona) પોઝિટિવ યુવતી પુત્રના એ જન્મ આપ્યા બાદ ૧૦ દિવસમાં મૃત્યુ પામી હતી.
ભરૂચમાં કોવિડ સ્મશાનમાં આજે કલ્પાંતના દ્રશ્યોએ તમામની આંખો ભીંજવી નાખી હતી. 27 વર્ષીય કોરોના(Corona) પોઝિટિવ યુવતી પુત્રના એ જન્મ આપ્યા બાદ ૧૦ દિવસમાં મૃત્યુ પામી હતી. દુર્ભાગ્યે બાળકને જન્મ બાદ માતાનો સ્પર્શ પણ નશીબ થયો ન હતો.
કહેવાય છે કે નવજાત બાળક માટે માતાની હૂંફ સૌથી વધુ મહત્વની હોય છે પરંતુ ભરૂચના શાહ પરિવારમાં જન્મેલું એક બાળક ૧૦ દિવસથી માતાની હૂંફ મેળવવા વલખા મારી રહ્યું હતું જેની અંતિમ આશાઓ પણ આજે ઠગારી નીવડી હતી જયારે કોરોના પોઝિટિવ માટે અંતિમ શ્વાસ લીધા હતા. માતા પણ બાળક માટે સતત વલખા મારતી હતી જે બાળક માટે તે 9 મહિનાથી ઇંતેજાર કરી રહી હતી તે બાળકને ગળે લગાડવા તે ખુબ આતુર હતી પણ તે કદાચ તેના નશીબમાં ન હતું .
27 વર્ષીય ભદ્રિષા શાહ ગર્ભવતી હતી અને કોરોનથી સંક્રમિત થઇ હતી. મહિલાએ સંક્રમિત હોવા છતાં પુત્રને જન્મ આપ્યો હતો જેની તબિયતમાં બાદમાં સુધારો પણ આવ્યો હતો પરંતુ માતા અને પુત્રને એકબીજાથી અલગ રાખવામાં આવ્યા હતા. ૧૦ દિવસથી માતા – પુત્ર મિલન માટે વલખા મારી રહ્યા હતા. જલ્દી સ્વસ્થ થઇ પરિવારમાં નવા મહેમાનના આગમને વધાવવાના સ્વપ્નો જોવાઈ રહ્યા હતા તે દરમ્યાન ગઈકાલે રાતે અચાનક ભદ્રિષા ની તબિયત લથડી હતી.
તબીબોના તમામ પ્રયાસ છતાં ભદ્રિષાને બચાવી શક્યા ન હતા. ભદ્રિષાના પતિ નિખિલ શાહ એક સામાજિક કાર્યકર છે અને કોવિડ સ્મશાનમાં પરિવારના કલ્પાંતના દ્રશ્યોએ તમામને આખો ભીંજવી નાખી હતી. કોરોનના કહેરે એક પરિવારને વિખેરી નાખ્યું હતું. બાળક જે માતાના કોખે જન્મ લીધો તેનો હવે છાતી સરસો ક્યારેય ચાંપી શકશે નહિ