આજે 151મી ગાંધી જયંતિ પર સુરતના આર્ટિસ્ટે બાપુને ઉતાર્યા પીપળાના પાન અને ચોપડી પર

આજે 151મી ગાંધી જયંતિ પર સુરતના આર્ટિસ્ટે બાપુને ઉતાર્યા પીપળાના પાન અને ચોપડી પર


આજે દેશમાં 151મી ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે. મહાત્મા ગાંધીના અનુયાયીઓ અને તેમના વિચારોને અનુસરનારા લોકો પોતપોતાની રીતે ગાંધી બાપુને યાદ કરીને આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે સુરતના એક મિનીએચર આર્ટિસ્ટ દ્વારા અનોખી,k રીતે બાપુને યાદ કરવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરતમાં રામપુરા વિસ્તારમાં રહેતા મિનીએચર આર્ટિસ્ટ ડિમ્પલ જરીવાળા દરેક મહાન પુરુષોના જન્મદિવસ કે પુણ્યતિથિએ તેમને અલગ રીતે જ યાદ કરે છે. આજે જ્યારે ગાંધીજયંતી છે ત્યારે તેમણે નકામા પુસ્તક પર ગાંધીજીની મુખાકૃતિ દોરી છે. પુસ્તકના એક એક પાનાને એવી રીતે કટ કરવામાં આવ્યા છે કે તેને સાઈડ પરથી જોવામાં આવે તો હૂબહૂ મહાત્મા ગાંધીનો ચહેરો ઉપસેલો દેખાય છે.

તે જ રીતે પીપળાના પાંદડા પર પણ તેમણે આ જ રીતે ગાંધીજીનો આકાર ઉપસાવ્યો છે. બે પીપળાના પાંદડા લઈને એક પાન પર ગાંધીજીનો ચહેરો અને બીજા પાંદડા પર ગાંધીજીની ચાલતી મુદ્રામાં આકૃતિ ઉભી કરી છે.

આ અનોખી કૃતિ ઉભી કરવા માટે તેમને ઘણી ચીવટતા દાખવવી પડતી હોય છે. કારણ કે જરા સરખી ભૂલ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. ત્યારે કલાકોની મહેનત બાદ આ કૃતિ બની શકી છે. ઘણા ઓછા કલાકારો એવા હોય છે જે પોતાની કળા દ્વારા અનોખી રીતે મહાપુરુષોને યાદ કરીને તેમની જન્મતિથિને યાદગાર બનાવતા હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati