ભારત- યુકેની પ્રથમ ત્રિ-સેવા કવાયત “કોંકણ શક્તિ 2021″નો સમુદ્રી તબક્કાનો આજે અંતિમ દિવસ

કવાયત દરમિયાન હાથ ધરવામાં આવેલા હવાઇ ઓપરેશનોમાં ભારતીય સમુદ્રી પેટ્રોલ એરક્રાફ્ટ (MPA) ડોર્નિઅર, ભારતીય નૌસેના (MiG 29Ks), રોયલ નેવી (F35Bs), ભારતીય વાયુસેના (SU-30 અને જગુઆર)ના ફાઇટર્સ દ્વારા સંયુક્ત ફોર્મેશન પર હુમલા તેમજ ફોર્મેશન પછી સંયુક્ત ફ્લાઇ પાસ્ટ સામેલ છે.

ભારત- યુકેની પ્રથમ ત્રિ-સેવા કવાયત કોંકણ શક્તિ 2021નો સમુદ્રી તબક્કાનો આજે અંતિમ દિવસ
Today marks the last day of the maritime phase of India-UK's first tri-service exercise "Konkan Shakti 2021".

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે)ના સશસ્ત્ર દળો વચ્ચે પ્રથમ ત્રિ-સેવા કવાયત “કોંકણ શક્તિ 2021″નો સમુદ્રી તબક્કો કોંકણના દરિયાકાંઠા વિસ્તારમાં અરબ સમુદ્રમાં યોજવામાં આવ્યો છે. હાર્બર પ્લાનિંગ તબક્કો પૂરો થયા પછી આ કવાયતનો સમુદ્રી તબક્કો 24 ઓક્ટોબર 2021ના રોજ શરૂ થયો છે. તે 27 ઓક્ટોબર 2021 સુધી ચાલુ રહેશે.

ભાગ લઇ રહેલા તમામ યુનિટને સામસામે બે દળો તરીકે વહેંચવામાં આવ્યો છે. જેનો મૂળ ઉદ્દેશ પૂર્વ-નિર્ધારિત સ્થળોએ સૈન્યના જવાનોને સમુદ્રમાં નિયંત્રણ માટે લેન્ડ કરવાનો છે. એક સૈન્ય દળ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ વેસ્ટર્ન ફ્લિટના નેતૃત્વમાં ભાગ લઇ રહ્યું છે. જેમાં ફ્લેગ શીપ INS ચેન્નાઇ તેમજ ભારતીય નૌસેનાના અન્ય યુદ્ધ જહાજો અને રોયલ નેવીના ટાઇપ 23 ફ્રિગેટનું HMS રિચમન્ડ સામેલ છે. અન્ય સૈન્ય દળનું સંચાલન યુકે કેરિઅર સ્ટ્રાઇક ગ્રૂપ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે જેમાં એરક્રાફ્ટ કેરિઅર HMS ક્વિન એલિઝાબેથ, યુકે અને નેધરલેન્ડ્સના અન્ય નૌસેના જહાજો અને ભારતીય યુદ્ધ જહાજો સામેલ છે.

બંને સૈન્ય દળો તેમના સમૂહોમાં સમુદ્રી એપ્રોચ પર ફરી આપૂર્તિ, ફાઇટર એરક્રાફ્ટ (MiG 29Ks અને F35Bs) દ્વારા હવાઇ નિર્દેશન અને સ્ટ્રાઇક ઓપરેશન્સ, હેલિકોપ્ટરો (સિ કિંગ, ચેતક અને વાઇલ્ડકેટ)ના ક્રોસ નિયંત્રણ, સમુદ્રમાં યુદ્ધની પરિસ્થિતિમાં પરિવહન અને ખતમ કરી શકાય તેવા હવાઇ લક્ષ્યો પર ગન શોટ્સ જેવી કવાયતો સાથે એકીકૃત કરવામાં આવેલા છે. સૈન્યના જવાનોના સિમ્યુલેટેડ ઇન્ડક્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી અને બાદમાં સંયુક્ત કમાન્ડ ઓપરેશન્સ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, બંને સૈન્ય દળો અદ્યતન વાયુ અને પેટા-સપાટી કવાયતો દ્વારા સમુદ્રમાં સામસામે આવ્યા હતા.

કવાયત દરમિયાન હાથ ધરવામાં આવેલા હવાઇ ઓપરેશનોમાં ભારતીય સમુદ્રી પેટ્રોલ એરક્રાફ્ટ (MPA) ડોર્નિઅર, ભારતીય નૌસેના (MiG 29Ks), રોયલ નેવી (F35Bs), ભારતીય વાયુસેના (SU-30 અને જગુઆર)ના ફાઇટર્સ દ્વારા સંયુક્ત ફોર્મેશન પર હુમલા તેમજ ફોર્મેશન પછી સંયુક્ત ફ્લાઇ પાસ્ટ સામેલ છે. ભારતીય સ્કોર્પિયો વર્ગની સબમરીન અને અન્ડર વોટર રિમોટ કંટ્રોલ્ડ વાહન EMATT સાથે પેટા-સપાટી કવાયતનું સંચાલન રોયલ નેવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કવાયત રાત્રિ દરમિયાન કરવામાં આવી હતી. ભારતીય MPA, P8I એ પણ આ કવાયતમાં ભાગ લીધો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati