પોલીસ ગ્રેડ-પે આંદોલનનો આજે ત્રીજો દિવસ, વિવિધ ઠેકાણે પોલીસકર્મીઓના પરિવારજનોના ધરણાં

અમદાવાદ શહેરમાં પણ પોલીસ ગ્રેડ-પે માટેનું આંદોલન શરૂ થયું છે. શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે મહિલાઓએ વિરોધ દર્શાવ્યો છે. મહિલાઓએ વેલણ વડે થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 3:30 PM

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. સરકાર સાથે ગઇકાલે વાતચીત આંશિક રીતે સફળ રહ્યા બાદ પણ સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસકર્મીઓના પરિવારજનો ધરણા પર બેઠા છે. સત્યાગ્રહ છાવણી ખાતે સિગ્નેચર બોર્ડ લગાવવામાં આવ્યું છે. સહી ઝુંબેશ કરાવીને આંદોલનને સમર્થન કરવામાં આવી રહ્યું છે. પોલીસ પરિવારજનોનું કહેવું છે કે, ગ્રેડ પે સહિત અન્ય મુદ્દાઓના ઉકેલ બાદ જ આ ધરણા પૂર્ણ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં પણ પોલીસ ગ્રેડ-પે માટેનું આંદોલન શરૂ થયું છે. શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે મહિલાઓએ વિરોધ દર્શાવ્યો છે. મહિલાઓએ વેલણ વડે થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો. “ગ્રેડ પે અમારો હક છે’ તેવા સૂત્રોચ્ચાર સાથે હેડક્વાર્ટરની મહિલાઓ ઘરની બહાર નીકળી આવી હતી. અને હેડક્વાર્ટરના દરવાજા પણ બંધ કરી દીધા હતા.

પોલીસ કોન્સ્ટેબલના ગ્રેડ પેની માગ સાથે આંદોલન વેગવંતુ બન્યું. સાબરકાંઠા જીલ્લાના ઇડરના જાદર પોલીસ સ્ટેશન સમક્ષ ગ્રેડ પે ની માંગને લઈને સુત્રોચ્ચાર થયા. પોલીસ પરિવાર અને તેના સંબંધીઓ સહિત આગેવાનો આંદોલનના સમર્થનમાં આવ્યા. અને ગ્રેડ પેની માગ સાથે થાળી-વેલણ ખખડાવ્યા હતા. તો પોલીસ સ્ટેશનમાં અભિયાનને સમર્થન આપતા પ્લેકાર્ડ સાથે સુત્રોચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો : Viral : ખેડુતે અનાજ સાફ કરવા ગજબનો જુગાડ કર્યો, આ દેશી જુગાડ જોઈને તમે પણ કહેશો “યે તો ઈનોવેટિવ થ્રેસર હૈ “

આ પણ વાંચો : ચીનમાં રમાય છે રિયલ લાઇફ Squid Game ! વર્ષે એક લાખથી વધુ લોકોના અંગોની થાય છે તસ્કરી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">