વડોદરા જિલ્લાની ત્રણ હોસ્પિટલ પારુલ, ધીરજ, પાયોનિયર હોસ્પિટલને સરકાર હસ્તક લેવાઈ

સરકાર હસ્તક લેવાયેલી વડોદરા જિલ્લાની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલના 80 ટકા બેડ સરકારી કવોટા મુજબ ભરવામા આવશે

વડોદરામાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બનતા, વહીવટીતંત્રે વડોદરા જિલ્લાની ત્રણ મોટી હોસ્પિટલો, પારુલ હોસ્પિટલ  ( Parul Hospital ),  ધીરજ હોસ્પિટલ ( Dhiraj Hospital) અને પાયોનિયર હોસ્પિટલને (Pioneer Hospital ) સરકાર હસ્તક લઈ લીધી છે. આ હોસ્પિટલોમાં હવે સરકારીસ્તરે પણ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવશે.

સરકાર હસ્તક લેવાયેલી આ ત્રણેય હોસ્પિટલ પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલને વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલની એક્સટેન્સન સેન્ટર તરીકે કામ કરશે. સરકાર હસ્તક લેવાયેલી વડોદરા જિલ્લાની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલના 80 ટકા બેડ સરકારી કવોટા મુજબ ભરવામા આવશે એટલે કે સરકારી હસ્તક હોવાને કારણે સરકાર કહે તે દર્દીને દાખલ કરવા પડશે. જ્યારે હોસ્પિટલના 20 ટકા બેડ છે તે હોસ્પિટલના સંચાલકો તેમની રીતે ખાનગી ધોરણે ભરી શકશે.

ગુજરાત સરકારે કોવિડ19ને લઈને ખાસ ફરજ પર મૂકેલા ડોકટર વિનોદ રાવે કહ્યુ હતું કે, પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલમાં મેનેજમેન્ટ જે તે હોસ્પિટલનું રહેશે પરંતુ હોસ્પિટલે હાલ સરકારના પ્રવર્તમાન નિતી નિયમોનું અને સરકારી આદેશોનુ પાલન કરવુ પડશે.

વડોદરાની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલને સરકાર હસ્તક લઈ લેવાથી કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ બેડની સંખ્યા 600થી વધીને 1200 થશે. વડોદરા શહેરમાંથી રોજબરોજ આવી રહેલા કોરોનાના દર્દીઓને હવે આ ત્રણેય હોસ્પિટલોમાં પણ દાખલ કરીને જરૂરી સારવાર આપી શકાશે.

સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો સતત ધસારો રહે છે. ખાસ કરીને ગરીબ અને મઘ્યમવર્ગના કોરોનાના દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી કોવિડ19ની સ્થિતિમાં ખાસ ફરજ પર મૂકાયેલા ડોકટર વિનોદ રાવ દ્વારા આ નિર્ણય લેવાયો છે. વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે અને વધુ કરાયેલી વ્યવસ્થા ખુટી રહી છે. આ સંજોગોમાં આ નિર્ણય કરવો જરૂરી હતો તેમ પણ વિનોદ રાવે કહ્યુ હતું.

વડોદરાની પારુલ હોસ્પિટલ, ધીરજ હોસ્પિટલ અને પાયોનિયર હોસ્પિટલને સરકાર હસ્તક લેવા ઉપરાંત ડો. મીનું પટેલ અને ડૉ. ઉમા નાયકને સર સયાજીરાવ ગાયકવાડ (SSG) હોસ્પિટલ અને સમરસ કોવિડ હોસ્પિટલના મેનેજમેન્ટની વધારાની જવાબદારો સોંપવામાં આવી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati