લૂંટારાઓ સોસાયટીમાં ઘૂસીને સરેઆમ ચલાવી રહ્યાં છે લૂંટ, રૂ.5.36 લાખના દાગીના ભરેલી બેગની ચીલઝડપ
સુરતમાં લૂંટારાઓ જાણે કે બેફામ બન્યા છે. લૂંટારાઓ સોસાયટીમાં ઘૂસીને સરેઆમ લૂંટ ચલાવી રહ્યાં છે. શહેરના કાપોદ્રા વિસ્તારની સમર્થ પાર્ક સોસાયટીમાં આવું જ કંઇક બન્યું છે. સોસાયટીમાં ઘુસીને બે બાઇકસવારો રૂ.5.36 લાખના દાગીના ભરેલી બેગની ચીલઝડપ કરીને નાસી છુટયા. સીસીટીવી દ્રશ્યોમાં દેખાય છે કે, પહેલા બે બાઇકસવાર સોસાયટીમાં આવે છે. અને થોડી આગળ જઇને પાછા […]

સુરતમાં લૂંટારાઓ જાણે કે બેફામ બન્યા છે. લૂંટારાઓ સોસાયટીમાં ઘૂસીને સરેઆમ લૂંટ ચલાવી રહ્યાં છે. શહેરના કાપોદ્રા વિસ્તારની સમર્થ પાર્ક સોસાયટીમાં આવું જ કંઇક બન્યું છે. સોસાયટીમાં ઘુસીને બે બાઇકસવારો રૂ.5.36 લાખના દાગીના ભરેલી બેગની ચીલઝડપ કરીને નાસી છુટયા. સીસીટીવી દ્રશ્યોમાં દેખાય છે કે, પહેલા બે બાઇકસવાર સોસાયટીમાં આવે છે. અને થોડી આગળ જઇને પાછા આવે છે.
આ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષા મામલે ઉમેદવારોની માગણી સ્વીકારી, SIT દ્વારા કરવામાં આવશે તપાસ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દાગીના લઇને ઘરમાં જઇ રહેલા વૃદ્ધ પાસેથી બેગ ઝૂંટવીને તરત જ નાસી છૂટે છે. વૃદ્ધ કંઇ સમજે એ પહેલા જ બન્ને બાઇકસવારો ભાગી જાય છે. જો કે બાઇકસવારોના નાસી છુટયા બાદ વૃદ્ધ તેમનો પીછો પણ કરે છે. પોલીસે હાલ આ મામલે સીસીટીવી દ્રશ્યોને આધારે તપાસ હાથ ધરી છે.

