જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ મામલે પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ આપી ક્લિનચીટ

જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ મામલે પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ આપી ક્લિનચીટ

જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી છે. આ કેસમાં તપાસ ચાલુ છે ત્યારે તપાસ પૂર્ણ થયા પહેલા જ અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ક્લિનચીટ આપી દીધી છે. જયેશ રાદડિયાએ કહ્યું છે કે, ભેંસાણમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ નથી. તેમણે દાવો કર્યો કે જે ખેડૂતની મગફળી હતી તેનું નિવેદન લેવાઈ […]

TV9 Webdesk12

|

Feb 05, 2020 | 11:37 AM

જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી છે. આ કેસમાં તપાસ ચાલુ છે ત્યારે તપાસ પૂર્ણ થયા પહેલા જ અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ક્લિનચીટ આપી દીધી છે. જયેશ રાદડિયાએ કહ્યું છે કે, ભેંસાણમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ નથી. તેમણે દાવો કર્યો કે જે ખેડૂતની મગફળી હતી તેનું નિવેદન લેવાઈ ગયું છે અને કોઈ ગેરરીતિ નથી.

આ પણ વાંચોઃ અતિવૃષ્ટિથી નબળી મગફળી અને કપાસમાં ઇયળના ઉપદ્રવના કારણે લોકો તેલઘાણી તરફ વળ્યા

જોકે સવાલ એ થાય છે કે મગફળીમાં ગેરરીતિની તપાસ હજુ ચાલુ છે તો પછી જયેશ રાદડિયા કઈ રીતે ક્લિનચીટ આપી શકે. શા માટે તેમણે તપાસ પૂર્ણ થયા પહેલા ક્લિનચીટ આપી છે. કયા તથ્યોને આધારે ક્લિનચીટ આપી છે. જો તપાસ રિપોર્ટ પહેલા જ પ્રધાન ક્લિનચીટ આપી દે તો પછી તપાસનો શું અર્થ. શું માત્ર દેખાડા પૂરતી તપાસ થઈ રહી છે. તપાસમાં સત્ય સામે આવશે કે પછી ભીનું સંકેલાઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati