ફક્ત પૂજા આરતી માટે જ નહીં પણ કપૂરથી થાય છે અનેક ફાયદાઓ

કપૂરનો ઉપયોગ આપણે મંદિર અને પૂજા આરતી માટે કરતા જ આવ્યા છીએ પણ ઔષધીય રીતે પણ કપૂરના ઘણા ફાયદા છે. જેની જાણ ઘણા ઓછા લોકોને હશે. કપૂરના તેલનો ઘણો ફાયદો છે. જ્યારે શરીર પર ખંજવાળ કે બળતરા થાય ત્યારે કપૂરના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ત્વચાને રાહત મળે છે. કોપરેલમાં કપૂરને વાટીને મિક્ષ કરો […]

ફક્ત પૂજા આરતી માટે જ નહીં પણ કપૂરથી થાય છે અનેક ફાયદાઓ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:22 PM

કપૂરનો ઉપયોગ આપણે મંદિર અને પૂજા આરતી માટે કરતા જ આવ્યા છીએ પણ ઔષધીય રીતે પણ કપૂરના ઘણા ફાયદા છે. જેની જાણ ઘણા ઓછા લોકોને હશે. કપૂરના તેલનો ઘણો ફાયદો છે. જ્યારે શરીર પર ખંજવાળ કે બળતરા થાય ત્યારે કપૂરના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ત્વચાને રાહત મળે છે. કોપરેલમાં કપૂરને વાટીને મિક્ષ કરો અને તેને ખંજવાળ કે બળતરા થતા હોય તે જગ્યાએ લગાવો. ત્વચાને તરત જ ઠંડક મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કપૂર સ્કિન ટાઈટનિંગ કરવાની સાથે ખીલ સામે પણ રક્ષણ આપે છે. જેમની સ્કિન ઓઈલી છે, તેઓએ કપૂર અને ગ્લિસરીનને સરખી માત્રામાં ભેગા કરીને સ્કિન પર લગાવવું જોઈએ. કપૂર દાઝી ગયેલી ત્વચા માટે પણ રાહતરૂપ સાબિત થાય છે. તે દાઝેલાથી થતા દર્દ અને બળતરા સામે રક્ષણ આપવાની સાથે દાઝેલી ત્વચાના ડાઘને દૂર કરવામાં પણ મદદ કરે છે. એક કપ નારિયેળ અને બે ક્યુબ કપૂર મિક્સ કરીને તેને દાઝેલી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો તમને વાળ ખરવાની, ખોડાની સમસ્યા હોય તો કપૂર તમારા વાળને મજબૂત કરી શકે છે. નારિયેળ સાથે કપૂર મિક્ષ કરીને તેને હળવી રીતથી વાળમાં મસાજ કરવુ જોઈએ. સાંધાના દુઃખાવા માટે તલના તેલ સાથે કપૂર મિક્ષ કરીને લગાવવું જોઈએ. તેનાથી એક ગરમી પેદા થાય છે જે સાંધાને તરત જ રાહત આપે છે. શરદી ખાંસીમાં પણ કપૂર અકસીર મનાય છે. મચ્છરો ભગાવવા માટે કપૂરને ઘરના એક ખૂણામાં સળગાવવાથી મચ્છરના ત્રાસથી છુટકારો મળે છે.

1. તુલસીના રસમાં કપૂર મિક્ષ કરીને કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો દૂર થાય છે. 2. લીંબુના રસમાં કપૂર ભેળવીને માથામાં લગાવવાથી ભારે થયેલું માથું હળવું થાય છે. 3. કપૂર, જાયફળ અને હળદરને મિક્ષ કરીને પેટ પર લગાવવાથી પેટનો દુઃખાવો દૂર થાય છે. 4. પાણીથી ભરેલી ડોલમાં 10-12 કપૂર નાંખીને તેમાં ફાટેલી એડીઓમાં રાહત મળે છે અને પગ મુલાયમ બને છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">