મા બનવા ઈચ્છતી પરણીતા હાઈકોર્ટની શરણે, મરણ પથારીએ રહેલા પતિના સ્પર્મથી બનવું છે માતા

હોસ્પિટલ તરફથી પતિના સ્પર્મનો ઉપયોગ કરવા મંજૂરી ન આપવાને લઈને મહિલા અરજદારે હાઇકોર્ટનો સહારો લીધો અને તેમના પતિ પાસે માત્ર ગણતરીના જ કલાકો હોવાને કારણે આ અરજી પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવા રજુઆત કરી

મા બનવા ઈચ્છતી પરણીતા હાઈકોર્ટની શરણે, મરણ પથારીએ રહેલા પતિના સ્પર્મથી બનવું છે માતા
woman who wanted to become a mother appealed to the High Court
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 20, 2021 | 11:49 PM

મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat high court) એક અજીબોગરીબ અરજી કરવામાં આવી જેના પર ગુજરાત હાઈકોર્ટે અરજન્ટ સુનાવણી હાથ ધરીને મહત્વનો ઓર્ડર કર્યો. વડોદરા (Vadodra) શહેરમાં રહેતી મહિલાએ તેના પતિના સ્પર્મ થકી કૃત્રિમ ગર્ભ ધારણ કરવા માટે ગુજરાત હાઇકોર્ટનો સહારો લેવાની ફરજ પડી. આ મહિલાના પતિ કોરોનાના કારણે હોસ્પિટલમાં એડમિટ છે અને કોરોનાના કારણે તેમના મોટાભાગના અંગોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેનાથી તે જીવી શકે તેમ નથી. તેમની પાસે હવે ગણતરીના જ કલાકો હોવાનું ખાનગી હોસ્પિટલના ડોકટર દ્વારા મહિલાને જણાવવામાં આવ્યું

મહિલાએ તેના પતિના મૃત્યુ પછી તેમનો વંશ આગળ વધારી શકાય તે માટે કૃત્રિમ રીતે ગર્ભ ધારણ કરવા માટે ડોકટર પાસે મંજૂરી માંગી અને હોસ્પિટલમાં એડમિટ અરજદારના પતિના સ્પર્મ થકી IVF કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી. જો કે ખાનગી હોસ્પિટલના ડોકટરોએ મહિલાની આ ઈચ્છાને અવગણી હતી અને દર્દી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં હોવાનું કારણ આપીને એડમિટ દર્દીના સ્પર્મનો ઉપયોગ કરવા મંજૂરી નહોતી આપી.

હોસ્પિટલ તરફથી પતિના સ્પર્મનો ઉપયોગ કરવા મંજૂરી ન આપવાને લઈને મહિલા અરજદારે હાઇકોર્ટનો સહારો લીધો અને તેમના પતિ પાસે માત્ર ગણતરીના જ કલાકો હોવાને કારણે આ અરજી પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવા રજુઆત કરી. હાઇકોર્ટે મહિલા અરજદારની વાતને ધ્યાને લઈને સમગ્ર મામલે સુનાવણી હાથ ધરીને મહત્વનો ઓર્ડર કર્યો.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

હાઇકોર્ટમાં અરજદારના વકીલ નિલય પટેલ દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી કે આવા કેસોમાં સ્પર્મ ડોનરની મંજૂરી લેવી જરૂરી છે પરંતુ આ કેસમાં ડોનર બેભાન છે અને તે મંજૂરી આપી શકે તેમ નથી અને IVF કરાવનાર ડોનરના પત્ની જ છે. આ સાથે ડોનરના માતા પિતાની પણ IVF માટે સહમતી છે જેથી મહિલા અરજદારને IVF માટે મંજૂરી આપવામાં આવે. અરજદારના વકીલની રજૂઆતોને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા દર્દીના સ્પર્મ વહેલી તકે લઈ લેવા ઓર્ડર તેમજ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી દર્દીના સ્પર્મને સ્પર્મ બેંકમાં સંગ્રહ કરી તેનો ઉપયોગ ન કરવા ઓર્ડર કર્યો.

આ પણ વાંચો – ટોક્યો ઓલમ્પિક ગેમ્સ પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, આયોજક કમિટીએ ગમે ત્યારે ગેમ્સ રદ્દ કરવાના આપ્યા સંકેત

આ પણ વાંચો – જાણો દાદાએ તેની પૌત્રીને એવો તો શું મેસેજ કર્યો કે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">