ગુજરાતમાં કોરોનાના નવા 351 કેસ, એક્ટિવ કેસનો આંકડો 2,500ની પાર

જેમાં અમદાવાદ (Ahmedabad City) શહેર ફરી એક વાર કોરોનાનું (Corona) એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના નવા 351 કેસ, એક્ટિવ કેસનો આંકડો 2,500ની પાર
ગુજરાત કોરોના કેસ અપડેટ (પ્રતીકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 8:48 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં 27 જુનના કોરોનાના નવા 351 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2,566 થયા છે. જ્યારે અમદાવાદમાં 155, સુરતમાં 71, વડોદરામાં 30, મહેસાણામાં 02, ગાંધીનગરમાં 05,  કચ્છમાં 02, રાજકોટમાં 04, વલસાડમાં 11, નવસસારીમાં 09, ભરૂચમાં 04, ભાવનગરમાં 05, વડોદરા જિલ્લામાં 01, જામનગરમાં ગ્રામ્ય સહીત 14, ગાંધીનગરમાં 19, મોરબીમાં 03 કેસ નોંધાયા છે. જ્યારે  કોરોના રિકવરી રેટ 98. 90 ટકા થયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 248 દર્દીઓ સાજા થયા છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરવામાં આવી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે, ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">