કોરોના દર્દીએ સદીની સફર પુરી કરતા તબીબી સ્ટાફે ઉજવણી કરી પળને યાદગાર બનાવી

ભરૂચની ખાનગી હોસ્પિટલના કોરોના(corona)ના વોર્ડમાં દર્દીની 100મી વર્ષગાંઠ( 100th Birthday) મનાવવામાં આવી હતી.

કોરોના દર્દીએ સદીની સફર પુરી કરતા તબીબી સ્ટાફે ઉજવણી કરી પળને યાદગાર બનાવી
કોરોના વોર્ડમાં દર્દીની 100મી વર્ષગાંઠ મનાવવામાં આવી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 22, 2021 | 7:27 PM

ભરૂચની ખાનગી હોસ્પિટલના કોરોના(corona)ના વોર્ડમાં દર્દીની 100મી વર્ષગાંઠ( 100th Birthday) મનાવવામાં આવી હતી. ભરૂચના પુષ્પાબેન પટેલ કોરોનાની સારવાર હેઠળ છે, જેમના 100માં જન્મદિવસને યાદગાર બનાવવા તબીબી સ્ટાફે પ્રયત્ન કર્યો હતો. કોરોનાએ આખા વિશ્વને ભરડો લીધો છે. એક વર્ષથી સતત તબીબી અને આર્થિક પડકારો ફેંકી રહેલા કોરોનાએ વિશ્વમાં 122,524,424 અને ભારતમાં 11,99,529 લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. ભરૂચના શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણી પુષ્પાબેન પટેલ પણ દુર્ભાગ્યે આ મહામારીના લક્ષણોનો ભોગ બન્યા અને તેમને સારવાર માટે ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

સારવાર દરમ્યાન પુષ્પા પટેલ એક ઐતિહાસિક ક્ષણ સુધી પહોંચ્યા હતા. પુષ્પ પટેલે સદીની સફર પુરી કરી છે. 100મી વર્ષગાંઠનો હરખ પરંતુ કોરોના સંક્રમણના કારણે મર્યાદાઓ સામે હોવાથી આ ક્ષણને યાદગાર બનાવવા ભવ્ય ઉજવણીની તક મળી ન હતી. અવસર નિરાશામાં ન પરિણામે તે માટે કોવિડ હોસ્પિટલે સદીની સફરના પડાવને યાદગાર બનાવવાની જવાબદારી ઉપાડી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભરૂચની ખાનગી કોવિડ હોસ્પિટલનો તબીબી સ્ટાફ PPE કીટ પહેરી કેક સાથે પુષ્પાબેનના રૂમમાં પહોંચ્યો હતો, જ્યાં શરીરે નાદુરસ્ત છતાં મનના મક્કમ પુષ્પાબેનના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. સ્ટાફે જન્મ દિવસની ઉજવણી તાળીઓના ગગડાટ અને શુભેચ્છા ગીત સાથે કરી પુષ્પાબેન પેટેલની સદીની સફરના પળને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: વિશ્વ યુદ્ધમાં લડવા માટે છોડવું પડ્યું હતું ભણતર, 96 વર્ષની ઉંમરે મળી ડિપ્લોમાની ડીગ્રી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">