લો ગાર્ડન ખાતેના મેયર હાઉસને બદલે  ચાલીના ઘરમાં જ રહેશે અમદાવાદના મેયર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ( AMC ) નવા નિમાયેલા મેયર કિરીટ પરમાર ( Kirit Parmar ) બાપુનગરના વીરાભગતની ચાલીના એક મકાનમાં રહે છે. તેઓ તેમનુ વીરા ભગતની ચાલીનું મકાન ત્યજીને મેયર બગલે રહેવા નહી જાય.

| Updated on: Mar 10, 2021 | 1:18 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ( AMC ) નવા મેયર કિરીટ પરમાર ( Kirit Parmar ) બાપુનગરના વીરાભગતની ચાલીના એક મકાનમાં રહે છે. અને તેઓ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ મેયર હાઉસમાં ( mayor house ) રહેવા જવાને બદલે, બાપુનગરમાં આવેલ વીરાભગતની ચાલીના ભાડાના મકાનમાં જ રહેશે.  અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે  કિરીટ પરમાર ચૂંટાઈને આવે છે. આમ છતા, તેઓએ બાપુનગરના વીરા ભગતની ચાલીનું મકાન ત્યજીને અન્ય કોઈ  બંગલો, ફ્લેટ કે સોસાયટીમાં રહેવા ગયા નથી. એવી પણ વિગત સામે આવી છે કે, કિરટ પરમાર પાસે પોતાના નામે કોઈ મોટુ વાહન નથી. અમદાવાદમાં છેલ્લે, કાનાજી ઠાકોર એવા નગરપતિ કે જેએ માધુપુરામાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા. અમદાવાદમાં કિરીટ પરમાર પૂર્વે, ભાજપના સ્વર્ગસ્થ લાલજી પરમાર અનુસુચિત જાતિના મેયર બન્યા હતા. જેઓ બહેરામપૂરા વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા.

ભારતીય જનતા પાર્ટીએ, અમદાવાદ પૂર્વમાંથી મેયરની પંસદગી કરવા સાથે એક કાકરે બે પક્ષી મારવા જેવો ઘાટ ક્યો છે. અમદાવાદ પૂર્વમાંથી મેયરની પસંદગી કરવામાં આવતી નથી તેવી લાગણી કાર્યકરોમાં ફેલાઈ છે તે વધુ ના પ્રસરે તે માટેની આ કવાયત હાથ ધરી છે. તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં સૌથી વધુ અનુસુચિત જાતિની વસ્તી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છે. આથી અમદાવાદ પૂર્વના અનુસુચિત જાતિના લોકોને પણ અન્યાયની લાગણી ના થાય તેનું ધ્યાન રખાયુ છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">