હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી પહેલા ગુજરાત સરકારે રજૂ કર્યું 56 પેજનું સોગંદનામું, સરકારે લીધેલા નિર્ણયોનો કર્યો ઉલ્લેખ

કોરોના સુઓમોટો મામલે ગુજરાત હાઇકોર્ટમાં આવતી કાલે સુનવણી હાથ ધરવામાં આવનાર છે. 11 મે ના રોજ થનારી સુનવણી પહેલા રાજ્ય સરકારે 56 પેજનું સોગંદનામું રજૂ કર્યુ છે. રાજ્ય સરકારે રજૂ કરેલા આ સોગંદનામામાં રજૂ કરવામાં આવેલી મુખ્ય બાબતો આ પ્રમાણે છે : 1)રાજ્ય સરકાર એ RTPCR ટેસ્ટ વધુ પ્રમાણમાં કરી શકાય તે માટે સુવિધામાં વધારો […]

હાઈકોર્ટમાં સુઓમોટોની સુનાવણી પહેલા ગુજરાત સરકારે રજૂ કર્યું 56 પેજનું સોગંદનામું, સરકારે લીધેલા નિર્ણયોનો કર્યો ઉલ્લેખ
FILE PHOTO
Kinjal Mishra

| Edited By: Nakulsinh Gohil

May 10, 2021 | 9:43 PM

કોરોના સુઓમોટો મામલે ગુજરાત હાઇકોર્ટમાં આવતી કાલે સુનવણી હાથ ધરવામાં આવનાર છે. 11 મે ના રોજ થનારી સુનવણી પહેલા રાજ્ય સરકારે 56 પેજનું સોગંદનામું રજૂ કર્યુ છે. રાજ્ય સરકારે રજૂ કરેલા આ સોગંદનામામાં રજૂ કરવામાં આવેલી મુખ્ય બાબતો આ પ્રમાણે છે :

1)રાજ્ય સરકાર એ RTPCR ટેસ્ટ વધુ પ્રમાણમાં કરી શકાય તે માટે સુવિધામાં વધારો કર્યો છે. રાજય ની 21 યુનિવર્સિટીઓ-શૈક્ષણિક સંસ્થાઓમાંથી 9 યુનિવર્સિટીઓમાં RTPCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આગાઉ આ 21 માંથી માત્ર 4 કે 5 યુનિવર્સિટીઓ-શૈક્ષણિક સંસ્થાઓએ જ RTPCR ટેસ્ટ શરૂ કર્યા હતા, જેને લઈને હાઈકોર્ટે અન્ય સંસ્થાઓને કડક આદેશ આપવા કહ્યું હતું.

2) મડીસીવીર ઇંજેક્શન પર રાજ્ય સરકારે કહ્યું છે કે રાજ્ય ને એક દિવસ ના 16,115 ઇંજેક્શન કેન્દ્ર સરકાર આપશે.અમદાવાદમાં એપ્રિલ મહિનામાં 2,34,000 રેમડીસીવીરની માંગ સામે 1,83,257 ઇંજેક્શન આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

3)રાજ્ય સરકારે હોસ્પિટલના બેડ માં 1,07,702 બેડનો વધારો કર્યો છે. રાજ્યમાં 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજની તારીખે 2547 હોસ્પિટલમાં 1,07,707 બેડ ઉપલબ્ધ છે. જેમાં 60,176 ઓક્સીજન બેડ અને 13,875 આઈસીયુ બેડ અને 6,562 વેન્ટિલેટર બેડ શામેલ છે.

4)કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગામડાઓમાં સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે “મારુ ગામ કોરોના મુક્ત ગામ” વિશેષ અભિયાન શરૂ કર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ દરેક ગામડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ઓક્સીમીટર, થર્મલ ટેમ્પરેચર ગન, મેડિસિન કીટ,પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પુરી પડવામાં આવે છે. આ અભિયાન હેઠળ 8,773 દર્દીને દાખલ કરી સારવાર આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

5)અગાઉ રાજ્ય સરકારે ધન્વંતરી હોસ્પિટલમાં દાખલ કરવાના હુકમો રદ કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. DRDO-GU 900 બેડ ધન્વંતરી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાય અન્ય દર્દીઓને પ્રવેશ આપવામાં આવતો નહતો. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ 108 સિવાય ખાનગી એમ્બ્યુલન્સ સહીત ખનગી વાહનોમાં આવનાર દર્દીઓને પર પ્રવેશ આપવામાં આવે છે.

6) આ સોગંદનામામાં રાજ્ય સરકારે કહ્યું છે કે RTPCR ટેસ્ટ માટે સમગ્ર રાજ્યમાં 103 લેબોરેટરી કાર્યરત છે અને ગ્રામ્ય સ્તરે પણ RTPCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

7)રાજ્ય માં ઓક્સીજનનો પૂરતો જથ્થો મળી રહેશે. આ માટે રાજ્ય સરકાર નવા ઓક્સીજન પ્લાન્ટ તૈયાર કરી રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati