હેલિકોપ્ટર-પ્લેન પાછળ અધધધ ખર્ચ, બે વર્ષમાં ગુજરાત સરકારે ખર્ચ્યા 2369 લાખથી વધુ

Gujarat vidhansabha: ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં હેલિકોપ્ટર અને પ્લેન પાછળ રૂપિયા 23 કરોડ 69 લાખ 59 હજારથી વધુનો ખર્ચ કર્યો છે.

  • Bipin Prajapati
  • Published On - 15:17 PM, 5 Mar 2021
હેલિકોપ્ટર-પ્લેન પાછળ અધધધ ખર્ચ, બે વર્ષમાં ગુજરાત સરકારે ખર્ચ્યા 2369 લાખથી વધુ
Gujarat Vidhansabha

Gujarat vidhansabha  ગુજરાત સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ અધધ કહેવાય એટલો ખર્ચ ભાજપની વિજયભાઈ રૂપાણીની સરકારે કર્યો છે. ગુજરાત સરકારે 2369 લાખથી વધુ રૂપિયા ખર્ચ્યા છે. પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરેલા અધધધ ખર્ચમાંથી મોટાભાગનો ખર્ચ સમારકામ અને પાઈલોટ પાછળ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના ઉત્તરમાં સરકારે જણાવ્યુ છે કે, 2019માં પ્લેન માટે રૂ. 3 કરોડ 59 લાખ 92 હજાર 310નો ખર્ચ કરવામા આવ્યો છે. જ્યારે હેલિકોપ્ટર માટે રૂ. 3 કરોડ 41 લાખ 46 હજાર 540 નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે 2020ના વર્ષમાં પ્લેન માટે 13 કરોડ 31 લાખ 32 હજાર 600 નો ખર્ચ કરાયો હતો. જ્યારે હેલિકોપ્ટર માટે 3 કરોડ 36 લાખ 88 હજાર 620નો ખર્ચ કરવામાં આવ્યો છે.