કોરોના કહેર વચ્ચે સારા સમાચાર, વેક્સીન લીધા બાદ 90 વર્ષથી વધુ વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થયો

COVID-19 રસીકરણ કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ માનવામાં આવ્યું છે.પહેલ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ બાદ સિનિયર સિટીઝન્સ અને બીજા તબક્કામાં ૪૫ વર્ષથી ઉપરના લોકોના રસીકરણ બાદ હવે ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.

કોરોના કહેર વચ્ચે સારા સમાચાર, વેક્સીન લીધા બાદ 90 વર્ષથી વધુ વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થયો
વેક્સીન બાદ સારી રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરનાર 94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવે અને 91 વર્ષીય વૃદ્ધા ઇન્દુબેન અમરતલાલ દેસાઈ

COVID-19 રસીકરણ કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ માનવામાં આવ્યું છે.પહેલ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ બાદ સિનિયર સિટીઝન્સ અને બીજા તબક્કામાં ૪૫ વર્ષથી ઉપરના લોકોના રસીકરણ બાદ હવે ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.

કોરોના વેક્સિનની અસરકારકતા મૃતકો પૈકી વેકિસનના બે ડોઝ લેનાર માત્ર ૧.૧૬ ટકા લોકો મૃત્યુ પામ્યા હોવાના આંકડા પુરવાર કરે છે,બીજી તરફ ૯૦ વર્ષથી ઉપરની વયના બે વડીલોની કેસ સ્ટડીએ ભારતીય વેક્સીન શ્રેષ્ઠ હોવાનું સાબિત કરી દીધું છે.

ભરૂચના 91 વર્ષીય વૃદ્ધા ઇન્દુબેન અમરતલાલ દેસાઈએ 13 માર્ચના રોજ પોતાનો વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જેના 42 દિવસ બાદ 22 એપ્રિલે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. ઈન્દુબેનના શરીરમાં વેક્સિનની અસરઅભ્યાસ માટે 15 દિવસ બાદ 7 મેના રોજ પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. વૃદ્ધા ઇન્દુબેનનો એન્ટી બોડી ટેસ્ટ IgG 77 યુનિટ આવ્યું હતું. આજ રીતે 94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવેએ પણ વેક્સિનના બંને ડોઝ સમય સર લીધા બાદ 14 દિવસ બાદ પોતાનો એન્ટીબોડી ટેસ્ટ કરાવતા તે 14% વધારે આવી છે.

માનવ શરીરમાં ત્રણ પ્રકારના એન્ટીબોડી બને છે. માનવ શરીરમાં ઇમ્યુનોગ્લોબ્યુલન-એમ, જી, અને ઇ ત્રણ કેટેગરીમાં એન્ટિબોડી વર્ગિકૃત થાય છે. એમ પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં જી પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહેતી હોય છે. એલર્જી જેવા દર્દીમાં આઇજી – એમ બને છે.

  • Follow us on Facebook

Published On - 10:05 pm, Sat, 8 May 21

Click on your DTH Provider to Add TV9 Gujarati