હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર થતા પ્રાંતિજ, સોનાસણ, તલોદને મળશે આ સુવિધા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર કરવામાં આવતા હિંમતનગર, પ્રાંતિજ, સોનાસણ તેમજ તલોદને નવા આધુનિક રેલ્વે સ્ટેશનની સુવિધા પ્રાપ્ત થઇ છે. જેને લઈ શુક્રવારે રેલ્વે સ્ટેશન અને તેની સુવિધાઓને ખુલ્લા મૂકવામા આવ્યા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ પણ વાંચોઃ નીલકંઠ વર્ણીના વિવાદ બાદ લોક કલાકારો પર ટિપ્પણીને […]

હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર થતા પ્રાંતિજ, સોનાસણ, તલોદને મળશે આ સુવિધા
Avnish Goswami

| Edited By: TV9 Webdesk12

Sep 13, 2019 | 2:40 PM

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર કરવામાં આવતા હિંમતનગર, પ્રાંતિજ, સોનાસણ તેમજ તલોદને નવા આધુનિક રેલ્વે સ્ટેશનની સુવિધા પ્રાપ્ત થઇ છે. જેને લઈ શુક્રવારે રેલ્વે સ્ટેશન અને તેની સુવિધાઓને ખુલ્લા મૂકવામા આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ નીલકંઠ વર્ણીના વિવાદ બાદ લોક કલાકારો પર ટિપ્પણીને લઈ ઓવોર્ડ પરત કરવાની ઝુંબેશ

સાબરકાંઠાને ઝડપી રેલ્વે વ્યવહારનો લાભ પ્રથમ વાર મળશે. આ માટેની તૈયારીના ભાગરુપે નવાનિર્માણ રેલ્વે સ્ટેશનને ખુલ્લા મૂકવામા આવ્યા હતા. હિંમતનગર જંકશન પર નવા અને આધુનિક નિર્માણ કરવામાં આવેલા રેલ્વે સ્ટેશન પર આજે નવી રેલ સુવિધાઓને લોકઉપયોગ માટે ખુલ્લી મુકી હતી. ગણતરીના દીવસોમાં જ હિંમતનગરથી અમદાવાદ સુધીની બ્રોડગેજ રેલ્વે લાઇનનો વ્યવહાર પણ શરુ કરી દેવામાં આવશે. બ્રોડગેજ રેલ્વે લાઇનના મુસાફરોને રેલ્વે સ્ટેશન પર ઇન્ટરનેટના ઉપયોગ માટે મફત વાઇફાઇ સેવા પણ મળી રહેશે. શુક્રવારથી જ તલોદ, પ્રાંતિજ અને સોનાસણ રેલ્વે સ્ટેશનો પર શુક્રવારથી જ વાઇફાઇ સેવાનો પ્રાંરંભ કર્યો છે.

રેલ્વેના ડીઆરએમ દીપક જહાંએ કહ્યું કે, પ્રથમ હિંમતનગરથી અમદાવાદ ખંડમાં ટૂંકા ગાળાના દિવસોમાં જ રેલ્વે દોડતી થઇ જશે. જે બાદ આગામી વર્ષના અંતમાં ઉદયપુરથી અમદાવાદ વાયા હિંમતનગરનો સંપૂર્ણ રેલવે ટ્રેક તૈયાર થતા દિલ્હી સુધીનો રેલ વ્યવહારની સુવિધા મળશે. હિંમતનગર ઉદયપુર રેલ્વે ખંડ પર હાલમાં વિશાળ પર્વતીય ટનલનું કામ ડુંગરપુર નજીક ચાલી રહ્યું છે. તે પૂર્ણ થતા જ દિલ્હી-અમદાવાદ રેલ્વે કનેકટીવીટીનો લાભ મળશે. સાબરકાંઠાના સાંસદની ઉપસ્થિતીમાં આજે રેલ્વે સ્ટેશન અને તેની સુવિધાઓનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું અને રેલ્વેના પ્રસ્થાન પહેલાની આ મહત્વની સુવિધા શરુ કરી દેવામાં આવતા હવે ટૂંકા ગાળામાં જ રેલ્વે દોડતી થઇ જશે.

સાંસદ દિપસિંહ રાઠોડે ટૂંક સમયમાં રેલવે સુવિધા કાર્યરત બનશે જેથી જિલ્લાના વિકાસના નવા આયામોનો દ્વાર ખુલશે સાથો સાથ રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓની સુવિધા માટે વાઇ-ફાઇ તેમજ અન્ય સુવિધાઓ પણ ખુલ્લી મુકવામાં આવી હોવાની લોકોને જાણકારી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આગામી દિવસોમાં જ શરુઆતમાં ત્રણથી ચાર જેટલી ઝડપી ટ્રેનની સુવિધા સ્થાનિકોને મળી રહેશે. આમ અમદાવાદથી હિંમતનગર ઓછા સમયમાં અવર-જવર કરી શકાશે. બ્રોડગેજ રેલ્વે લાઇન માટે સાબરકાંઠાના લોકોએ બે દાયકાથી વધુ સમયથી રજૂઆતો અને આંદોલનો કર્યા હતા અને હવે માંગણી સંતોષાઇ રહી હોવાનો લોકોને પણ આંનદ વ્યાપી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati