મળો એ હીરા ઉદ્યોગપતિને જે 3000 નિરાશ્રિત દીકરીઓના કરાવી ચૂક્યા છે લગ્ન

સુરતના એ હીરા ઉદ્યોગપતિ વિશે તો તમે ખૂબ વાંચ્યુ અને સાંભળ્યું હશે. એ જ ઉદ્યોગપતિ કે જે દિવાળી પર પોતાના કર્મચારીઓને ક્યારેક ગાડી કે ક્યરેક ઘર પણ બોનસ તરીકે ગિફ્ટ કરી દે છે. પરંતુ સુરતના અન્ય એક હીરા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પણ ચર્ચામાં છે. છેલ્લા 10 વર્ષોથી મહેશભાઈ સવાણી એવી દીકરીઓના લગ્ન કરાવે છે જેમનું […]

મળો એ હીરા ઉદ્યોગપતિને જે 3000 નિરાશ્રિત દીકરીઓના કરાવી ચૂક્યા છે લગ્ન
Follow Us:
| Updated on: Dec 26, 2018 | 5:37 AM

સુરતના એ હીરા ઉદ્યોગપતિ વિશે તો તમે ખૂબ વાંચ્યુ અને સાંભળ્યું હશે. એ જ ઉદ્યોગપતિ કે જે દિવાળી પર પોતાના કર્મચારીઓને ક્યારેક ગાડી કે ક્યરેક ઘર પણ બોનસ તરીકે ગિફ્ટ કરી દે છે. પરંતુ સુરતના અન્ય એક હીરા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પણ ચર્ચામાં છે.

છેલ્લા 10 વર્ષોથી મહેશભાઈ સવાણી એવી દીકરીઓના લગ્ન કરાવે છે જેમનું આ દુનિયામાં કોઈ નથી. આટલા વર્ષોમાં મહેશભાઈ આશરે 3000થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે.  ગયા રવિવારે જ એકસાથે 261 દીકરીઓના લગ્ન કરાવ્યા.

મહેશભાઈનું માનવું છે કે દેશની દીકરીઓ પ્રત્યેનું આ તેમનું કર્તવ્ય છે. ખૂબ સારી બાબત તો એ પણ છે કે આ દીકરીઓના લગ્ન કરાવવામાં મહેશભાઈ ધર્મ કે જાતિ નથી જોતા. રવિવારે જે 261 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા તેમાંથી 6 મુસ્લિમ અને 2 ખ્રિસ્તી છે. આ સમૂહલગ્નનું આયોજન પીપી સવાણી વિદ્યા સંકૂલની સામે રધુવીર વાડીમાં કરવામાં આવ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

માત્ર લગ્ન કરાવીને મહેશભાઈનું કામ નથી પતી જતું. તેઓ આ અંગે કહે છે,

“આ દીકરીઓના લગ્ન બાદ તેમની સંપૂર્ણ જવાબદારી મારી છે. તેમની જરૂરિયાતો, તેમના બાળકોનો જન્મ, તેમનું ભણતર, સારવાર, કપડાં આ તમામ માટે પણ જે આર્થિક મદદની જરૂર હોય તે મારી જવાબદારી છે.”

આટલું જ નહીં, પરંતુ આ દીકરીઓમાંથી જો કોઈની નાની બહેન છે તો તેની જવાબદારી પણ મહેશભાઈ ઉઠાવે છે. તેમના એ પણ પ્રયાસો રહે છે કે આ દંપત્તીઓને તમામ સરકારી યોજનાઓનો લાભ મળે. મહેશભાઈ દરેકને પોતાની દીકરી માને છે અને જમાઈના રોજગાર માટે શક્ય હોય તેટલી મદદ મળે છે.

આ પણ વાંચો : દુનિયાના આ 5 દેશોમાં એક પણ ફ્લાઈટ નથી જતી! 

મહેશભાઈ એક નવી પહેલ કરવા પણ જઈ રહ્યાં છે. તેઓ એક વર્ષથી ઈમરજન્સી ફંડ બનાવવા જઈ રહ્યાં છે. તેમાંથી એક જમાઈએ દર મહિને 500 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રીતે જો 3 હજારથી વધુ જમાઈઓ પાસેથી દર મહિને 15 લાખથી વધુ રીપિયા જમા થઈ જશે. ભવિષ્યમાં જો કોઈ દીકરીના પરિવાર કે ઘર પર કોઈ મુસીબત આવી તો  આ રીતે જમા કરેલી રકમમાંથી ખર્ચ કરવામાં આવશે.

દર મહિને જમા કરાવવામાં આવતી આ રકમનો તમામ હિસાબ પણ બધા જમાઈઓ મળીને રાખશે. મહેશભાઈએ રવિવારે યોજેલા સમૂહલગ્નનનું નામ લાડલી રાખ્યું હતું. એક વર્ષ પહેલા મહેશભાઈને કચરાપેટીમાંથી એક નવજાત બાળકી મળી હતી. આ વિવાહ સમારોહ પણ તેમણે તે દીકરી જેનું નામ ભૂમિ રાખ્યું છે તેને સમર્પિત કર્યો.

[yop_poll id=339]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">