કોરોનામાં વૃદ્ધ મહિલાનું મોત, મુસ્લીમ યુવાનોએ પુરુ પાડ્યુ માનવતાનું ઉદાહરણ

કોરોનામાં વૃદ્ધ મહિલાનું મોત, મુસ્લીમ યુવાનોએ પુરુ પાડ્યુ માનવતાનું ઉદાહરણ
ફાઇલ તસવીર

Humanity : જે સમયે પોતાના લોકો પણ મદદ માટે આગળ ન આવ્યા તે સમયે મુસ્લીમ સમાજના યુવાનો આગળ આવ્યા. કોરોના બાદ મૃત્યુ પામેલ મહિલાનું હિન્દુ રીતી રિવાજોથી કરાવ્યુ અંતિમ સંસ્કાર

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Jul 07, 2021 | 2:21 PM

કોરોના મહામારીનો સમય તમામ માટે મુશ્કેલ રહ્યો છે. લોકોએ પોતાના પરિજન ગુમાવ્યા, નોકરીઓ ગુમાવી દીધી. આ કપરા સમયમાં પણ કેટલાક લોકો માનવતાનું માન રાખી ગયા. બીલીમોરાના (Bilimora) ગૌહરબાગમાં રહેતા એક વૃદ્ધ દંપતિ પૈકી મહિલાનું ગઇકાલે મોત થયુ હતુ થોડા સમય પહેલા જ આ વૃદ્ધા કોરોનાની સારવાર લઇને ઘરે આવ્યા હતા અને કોરોના થવાની ભીતીને પગલે તેમના આસપાસના લોકો તેમની મદદે પણ ન આવ્યા. આ વાતની જાણ એકતા ટ્ર્સ્ટના મુસ્લીમ યુવાનોને થતા તેમણે આ વૃદ્ધાના અંતિમ સંસ્કાર (Cremation) કરીને સમાજને એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યુ છે.મળતી માહિતી અનુસાર આ વૃદ્ધ દંપત્તિ બીલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં રહીને પોતાનું નિવૃત્ત જીવન ગાળતા હતા. તેમના પરિવારજનો હાલ અમેરીકામાં રહે છે અને કોરોનાને કારણે તેઓ અહીં આવી શક્યા નહી. કોરોના કાળમાં પતિ પત્નિ પૈકી પત્નિને કોરોના થયો હતો. કોરોનાની સારવાર લીધા બાદ તેઓ સાજા થઇને પરત ઘરે આવી ગયા હતા. પરંતુ સોમવારે અચાનક જ તેમનું મોત નિપજ્યુ હતુ. કોરોનાની બીકને કારણે તેમની આસપાસના લોકો તેમજ ઓળખીતા લોકો અંતિમ સંસ્કાર માટે આગળ ન આવ્યા અને પરિવારજનો અમેરીકામાં હોવાથી મહિલાના પતિ અરવિંદભાઇ બક્ષી મુંઝવણમાં મુકાયા હતા. આ ઘટનાની એકતા ટ્ર્સ્ટના સભ્ય અખ્તર છાપરિયાને થતા તેઓ પોતાના અન્ય સભ્યો સાથે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ લઇને દંપત્તિના ઘરે પહોંચ્યા ભારત એકતાનું પ્રતિક છે આ વાત એમજ કહેવામાં નથી આવતી. મુસ્લીમ સમુદાયના હોવા છતાં આ યુવાનોએ મહિલાનું હિન્દુ રીત રિવાજો સાથે અંતિમ સંસ્કાર (Cremation) કર્યુ અને સમાજની સામે માનવતાનું (Humanity) ઉદાહરણ પુરુ પાડ્યુ

આ પણ વાંચો – Gold Price Today : શું સોનુ ફરી રોકોર્ડ સ્તર તરફ વધી રહ્યું છે ?જાણો આજના દેશ – વિદેશના સોનાના ભાવ

આ પણ વાંચો – સુરતમાં પક્ષીપ્રેમીઓનો કાબિલ-એ-દાદ પ્રયાસ: પક્ષીઓને રહેવા અનોખી રીતે બનાવ્યા 2500 નેસ્ટ બોક્સ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati