ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી, જાણો વર્ષો જૂની પરંપરા વિશે

GANDHINAGAR : પાલજ ગામે હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે.

ગાંધીનગરના પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળી, જાણો વર્ષો જૂની પરંપરા વિશે
ગાંધીનગરના પાલજ ગામની હોળી

ગાંધીનગર: દિપેન પઢીયાર

GANDHINAGAR : ગાંધીનગર પાસે આવેલા પાલજ (PALAJ) ગામ ખાતે રાજ્યની  સૌથી મોટી હોળી  પ્રગટાવીને હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.  આ હોળીના આધારે વર્ષનો વરતારો કરવામાં આવે છે. પાલજ ગામે યોજાતી હોળીની તૈયારીઓ દસ દિવસ પહેલાંથી કરવામાં આવે છે. જેમાં  ગામના યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને પચીસ ફૂટ જેટલો ઊંચો લાકડાનો ખડકલો કરી હોળી તૈયાર કરે છે.

10 દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ હોળીના દસ દિવસ પહેલાંથી તેની તૈયારીઓ આરંભી દેવાય છે. ગામના યુવાનો વગડાઓમાંથી લાકડા લાવે છે અને આશરે પચીસેક ફૂટ ઊંચો લાકડાનો ઢગલો એક જગાએ કરે છે. હોળીને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી, મહુડો અને રાયસણના ડોડાનો હાર બનાવીને લાવે છે. તે બાજરીના સાંઠાઓમાં પરોવીને તેને હોળીમાં હોમાય છે અંગારાઓ પર સૌપ્રથમ મહાકાળી માતાના મંદિરના પૂજારી ચાલે છે અને તેમની પાછળ ‘જય મહાકાળી’ના નાદ સાથે ભક્તો ચાલે છે.

ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા પાલજ ગામે ફાગણી સુદ પૂનમને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી હોળીનું વિશેષ મહત્ત્વ છે. હોળી પ્રગટાવીને તેના અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે. જે લોકો અંગારા પર ચાલે તેની મનોકામના માતાજી પરિપૂર્ણ કરશે તેવો સૌ કોઇને અહીંયા વિશ્વાસ વ્યક્ત કરે છે. નવાઇની વાત એ છે કે, ધગધગતા અંગારાઓ પર બાળકોથી માંડીને મોટેરાઓ સૌ કોઇ ઉઘાડા પગે ચાલી નીકળતા હોવા છતાં તેઓ દાઝતા હોતા નથી. આ બાબત આ ગામના લોકો માટે શ્રદ્ધા અને તેઓના વડવાઓના સમયથી ચાલી આવતી એક પરંપરા હોવાનું કહેવાય છે.

દેશ-વિદેશમાંથી આવે છે લોકો પાલજ ખાતે ઉજવાતી હોળીના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. હોળી પ્રાગટયની આ અનોખી પરંપરાને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લોકો પાલજ ગામે આવે છે. ગ્રામજનો આ પરંપરા વિશે કહે છે કે, ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે. તેના સતના કારણે અંગારા પર ચાલવા છતાં આજ સુધી એકેય શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. અહીં હોળીના દિવસે સાંજે સાત વાગ્યે હોળી પ્રગટાવાય છે. તે પહેલાં ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ દેવાય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી થાય છે.

  • Follow us on Facebook

Published On - 8:04 pm, Sun, 28 March 21

Click on your DTH Provider to Add TV9 Gujarati