ઉત્તર ભારતમાં એક અઠવાડિયા સુધી તાપમાન નીચું રહેશે, આગામી બે દિવસ હાડ થજવતી ઠંડીની આગાહી

  • Publish Date - 12:07 pm, Sat, 19 December 20
ઉત્તર ભારતમાં એક અઠવાડિયા સુધી તાપમાન નીચું રહેશે, આગામી બે દિવસ હાડ થજવતી ઠંડીની આગાહી

આગામી એક અઠવાડિયા સુધી દેશના મેદાની વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી છે. દેશના ઉત્તર ભાગમાં મેદાની વિસ્તારમાં ઠંડી હવાઓના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ઉત્તર ભારતમાં રાતનું તાપમાન સામાન્યથી પણ નીચે રહેશે અને એક સપ્તાહ બાદ જ થોડી રાહતની આશા રાખી શકાય છે. પંજાબ, હરિયાણા, દિલ્લી, ચંડીગઢ, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં શીત લહેર વધી જશે અને આગામી બે દિવસમાં હાડ ગાળતી ઠંડી પડશે. હિમાચલ પ્રદેશમાં રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાન શૂન્યથી પણ નીચે નોંધાયું તો ઉત્તરપ્રદેશના અમુક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકથી કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર તાપમાન માઇનસ ડિગ્રી પહોંચવાથી દેશના અનેક રાજ્યોમાં લોકોની પરેશાની એકાએક વધી ગઇ છે. તો કાશ્મીરમાં તળાવો જામી ગયાની સ્થિતિમાં જોવા મળી રહી છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati