Cow Killings : જે દિવસે ગૌહત્યા બંધ થશે તે દિવસથી ધરતીની સમસ્યાઓનો અંત આવશે, તાપી કોર્ટના જજએ કરી ટિપ્પણી

ગુજરાતના એક જિલ્લાના કોર્ટે પરવાનગી વગર ગાયોની ગેરકાયદેસર હેરફેરના કેસમાં એક યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ મામલામાં ચુકાદો આપતા કહ્યું કે જ્યાં ગાયો ખુશ હોય છે ત્યાં પૈસા અને સંપત્તિ મળે છે. જ્યાં ગાય દુ:ખી રહે છે ત્યાં પૈસા અને સંપત્તિ દુ:ખી રહે છે અને તેના પાસેથી ચાલી જાય છે.

Cow Killings : જે દિવસે ગૌહત્યા બંધ થશે તે દિવસથી ધરતીની સમસ્યાઓનો અંત આવશે, તાપી કોર્ટના જજએ કરી ટિપ્પણી
જે દિવસે ગૌહત્યા બંધ થશે તે દિવસથી ધરતીની સમસ્યાઓનો અંત આવશેImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 12:41 PM

ગુજરાતના તાપી જિલ્લાની એક અદાલતે મહારાષ્ટ્રમાંથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરવા બદલ 22 વર્ષીય યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ મામલામાં ચુકાદો આપતા કહ્યું કે, જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે તે દિવસથી પૃથ્વીની તમામ સમસ્યાઓ દૂર થશે.

કેસમાં ચુકાદો આપતા કોર્ટે જણાવ્યું

નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, સેશન્સ જજ એસ.વી.વ્યાસે જિલ્લા કોર્ટમાં જણાવ્યું હતું કે, ધર્મ ગાયમાંથી જન્મે છે, કારણ કે ધર્મ બળદના રૂપમાં હોય છે અને ગાયનો પુત્ર બળદ કહેવાય છે. મોહમ્મદ અમીન આરીફ અંજુમના કેસમાં ચુકાદો આપતા કોર્ટે આ જણાવ્યું હતું. મોહમ્મદ અમીન આરિફ અંજુમની જુલાઇ 2020માં ટ્રકમાં 16થી વધુ ગાયો અને વાછરડાઓને ગેરકાયદેસર રીતે પરિવહન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેઓને દોરડા વડે બાંધવામાં આવ્યા હતા, જેમાં ખોરાક કે પાણીની કોઈ સગવડ નથી.

સંસ્કૃત શ્લોક પણ વાંચ્યો હતો

બાર અને બેંચના અહેવાલ મુજબ, કોર્ટે એક સંસ્કૃત શ્લોક પણ વાંચ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ગાય લુપ્ત થઈ જશે તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. વેદના તમામ છ ભાગની ઉત્પત્તિ ગાયને કારણે થઈ છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાયોને મારવી એ અસ્વીકાર્ય છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ગૌમૂત્રનો ઉપયોગથી અનેક અસાધ્ય રોગોનો ઈલાજ

આ સિવાય કોર્ટે ગાયના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિયેશનથી પ્રભાવિત થતા નથી. ગૌમૂત્રનો ઉપયોગથી અનેક અસાધ્ય રોગોનો ઈલાજ છે. જસ્ટિસ એસવી વ્યાસે આ કેસમાં 26 પેજનો મોટો ચુકાદો આપ્યો છે.

‘ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે’

નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે, ગાય માત્ર એક પ્રાણી નથી, પરંતુ તે માતા છે, તેથી જ તેનું નામ ગાય માતા રાખવામાં આવ્યું છે. ગાય જેવો ઉપકાર કોઈ કરી શકે નહિ. ગાય 68 કરોડ પવિત્ર સ્થાનો અને 33 કરોડ દેવતાઓ સાથે જોડાયેલી છે. જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પૃથ્વી પર નહીં પડે તે દિવસે પૃથ્વીની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને પૃથ્વીનું કલ્યાણ થશે.

ગાય સુખી હોય છે ત્યાં પૈસા અને સંપત્તિ મળે

અન્ય એક અવલોકનમાં કોર્ટે કહ્યું કે આજના સમયમાં જે સમસ્યાઓ ઊભી થઈ છે તેનું કારણ ચીડિયાપણું અને ગરમ સ્વભાવ છે. તેનું એકમાત્ર કારણ ગાયોને મોતને ઘાટ ઉતારવી. જ્યાં સુધી તે સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી સાત્વિક આબોહવા પરિવર્તનની કોઈ અસર થઈ શકે નહીં. કોર્ટે કહ્યું કે જ્યાં ગાય સુખી હોય છે ત્યાં પૈસા અને સંપત્તિ મળે છે. જ્યાં ગાય દુ:ખી રહે છે ત્યાં પૈસા અને સંપત્તિ દુ:ખી રહે છે અને અદૃશ્ય થઈ જાય છે. ગાય રુદ્રની માતા છે, વસુની પુત્રી અને અદિતિપુત્રોની બહેન છે અને ધ્રુરૂપા અમૃતનો ખજાનો છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">