Tapi : હર ઘર ત્રિરંગા અભિયાનને સાર્થક કરતુ તાપી જિલ્લાનું સૌ પ્રથમ થીમ સોંગ સીએમ દ્વારા લોન્ચ કરાયું

હજી ગુરુવારે જ સીએમ (CM) ભુપેન્દ્ર પટેલે સુરતમાં વિશાળ તિરંગાયાત્રા માં હાજરી આપી હતી. અને તે બાદ તાપી જિલ્લામાં પણ હર ઘર તિરંગાને સાર્થક કરતું થીમ સોન્ગ પણ તેમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે

Tapi : હર ઘર ત્રિરંગા અભિયાનને સાર્થક કરતુ તાપી જિલ્લાનું સૌ પ્રથમ થીમ સોંગ સીએમ દ્વારા લોન્ચ કરાયું
The first theme song of Tapi district was launched by the CM
TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Aug 05, 2022 | 1:06 PM

રાજ્યના મુખ્યમંત્રી (CM)  ભૂપેન્દ્ર પટેલની તાપી (Tapi ) જિલ્લાની મુલાકાત દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરતુ તાપી જિલ્લાનું સૌપ્રથમ થીમ સોંગ લોન્ચ કરાયું હતું. આ વેળાએ નાણા મંત્રી કનુ દેસાઈ, પ્રભારી મંત્રી મુકેશ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજ વસાવા, ધારાસભ્ય મોહન ઢોડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે તાપી જિલ્લો નુતન અભિગમ સાથે કાર્યો કરવા કટીબધ્ધ છે.

તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત તંત્રે હર ઘર તિરંગા ઉપર થીમ સોન્ગ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. ખૂબ જ ઓછા સમયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, સરકારના તમામ કાર્યક્રમમાં એન્કર ની ભૂમિકા અદા કરતા શિક્ષક અરવિંદભાઈ ગામીત, સહાયક માહિતી નિયામકની કચેરી,તાપી ના સહયોગથી હર ઘર તિરંગા ગીતને આખરી ઓપ આપી શૌર્ય રસ થી ભરપૂર બનાવવામાં આવ્યું હતું. દેશભક્તિ થી ભરપૂર ગીતની રચના પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી, સાહિત્યકાર અને કવિ એવા નૈષધ મકવાણાએ કરી હતી.

સોનગઢ તાલુકાના ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપ ચૌધરીએ શૌર્યગીત માટે પોતાનો સુરીલો કંઠ આપ્યો છે. સોનગઢના સ્થાનિક આદિવાસી યુવાન ધીરજ ગામીતે આ ગીતમાં સંગીત આપી ઓડિયો એડીટીંગ કર્યું હતું. જ્યારે ગુણસદાના બીપીન ગામીતે વિડિઓ એડીટીંગ કરી જોમવંતુ ગીત બનાવ્યું હતું.

નોંધનીય છે કે આગામી 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગાનું અભિયાનનું આહવાન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે તેની તૈયારીઓ સમગ્ર રાજ્ય સહીત દક્ષિણ ગુજરાતમાં પણ જોરશોરમાં થઇ રહી છે. હજી ગુરુવારે જ સીએમ ભુપેન્દ્ર પટેલે સુરતમાં વિશાળ તિરંગાયાત્રા માં હાજરી આપી હતી. અને તે બાદ તાપી જિલ્લામાં પણ હર ઘર તિરંગાને સાર્થક કરતું થીમ સોન્ગ પણ તેમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

Input Credit Nirav Kansara (Tapi )

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati