Tapi: સોનગઢ નગરપાલિકાના સફાઈ કામદારો વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા

તાપી(Tapi) જિલ્લાના સોનગઢ પાલિકા વિસ્તારમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કામદારો પોતાની માંગણીઓને લઈ કોરોના કાળમાં ધરણા ઉપર બેઠા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 07, 2021 | 8:53 AM

તાપી(Tapi) જિલ્લાના સોનગઢ પાલિકા વિસ્તારમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કામદારો પોતાની માંગણીઓને લઈ કોરોના કાળમાં ધરણા ઉપર બેઠા છે.

સોનગઢ પાલિકા ખાતે સફાઈ કામદાર તરીકે કામ કરતા કામદારોને હાલમાં સરકારના નિયમો પ્રમાણે લઘુતમ વેતન પ્રમાણે પગાર આપવામાં આવતો નથી અને સીધી ભરતીના નિયમ પ્રમાણે કાયમી પણ કરવામાં આવતા નથી. આ પ્રકારની રજૂઆત ગત 27મી એપ્રિલે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત સફાઈ કામદારોએ કરી હતી.

આ સંદર્ભે દિન સાતમાં પાલિકા દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો એમણે ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના નેજા હેઠળ હડતાલ પાડવાની અને ધરણા કરવાની ચીમકી આપી હતી.જો કે આ લેખિત રજૂઆત કર્યાને સાત દિવસ વીતી ગયા હોવા છતાં એમના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેને લઈ સફાઈ કામદારો કામથી અળગા રહી પાલિકા પટાંગણમાં મંડપ નાખી ધરણાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.

 

હાલમાં સોનગઢ નગરમાં કોરોના સંદર્ભે જયારે સ્થિતિ માંડ માંડ સુધરી રહી છે તેવા સમયમાં સફાઈ કામદારોની આ હડતાળ લાંબી ચાલે તો ફરી એક વાર ગંદકી ને કારણે અન્ય રોગચાળો માથું ઊંચકે એવી સંભાવના છે ત્યારે પાલિકા સફાઈ કામદારોની માંગણી બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરે એ હાલના તબક્કે અત્યંત જરૂરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">