તાપી જિલ્લાના ખેડૂતો મોબાઈલમા ખેતી, પશુપાલન સહીતના મુદ્દે મેળવી શકશે માહિતી

તાપી(Tapi ) જિલ્લો પ્રગતિની દિશામાં આગળ વધે તે માટે સાથે મળી કામગીરીને આગળ ધપાવવા આહવાન કર્યું હતું. વધુમાં તેમણે રિનોવેટ કરેલ જિલ્લા પંચાયતના સભાખંડ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

તાપી જિલ્લાના ખેડૂતો મોબાઈલમા ખેતી, પશુપાલન સહીતના મુદ્દે મેળવી શકશે માહિતી
Tapi district general board meeting (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 9:27 AM

તાપી (Tapi ) જિલ્લા પંચાયતની સામાન્ય સભાની (General Board )બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાના અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાની અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી.તાપી જિલ્લાના ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમના મોબાઈલ દ્વારા મેળવી શકે તે માટે જિલ્લા પંચાયતે ક્યુઆર કોડ લોન્ચ કર્યો છે. તાપી જિલ્લાની તમામ ગ્રામપંચાયતો ખાતે ક્યુઆર કોડના માધ્યમથી ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, શેરડીની વૈજ્ઞાનિક ખેતી, પશુપાલન થાકી ખેતીની આવક બમણી કરવા માટેના સૂચનો, કૃષિ ક્ષેત્રમાં મહિલાઓનો શ્રમ ઘટે એવા સાધનો બાબતે જાણકારી મેળવી શકશે.

આ ઉપરાંત રિનોવેટ કરવામાં આવેલા જિલ્લા પંચાયતના સભાખંડનું અધ્યક્ષના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ તથા વર્ગ-1, 2,3 અને 4 તમામ અધિકારી અનેકર્મચારીઓએ દ્વારા એક પરિવારની ભાવના સાથે સમુહ ભોજન લેવામાં આવ્યું હતું.

સામાન્ય સભાની આ બેઠકમાં વર્ષ 2021-22ના વર્ષનું વાર્ષિક હિસાબો મંજુર કરી, 15માં નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાના 10 ટકા નું આયોજન મંજુર કરવા અંગે, રેતી-કંકર ગ્રાન્ટ વર્ષ -2021-22 ના નવીન પંચાયત ઘરના કામોની વહીવટી મંજૂરી આપવા, જૂથ ગ્રામ પંચાયત ચીમકુવા નું વિભાજન ચાંપાવાડીને અલગ ગ્રામ પંચાયતની રચના કરવા બાબત તથા મુદત પુરી થતી સમિતિઓની પુન:રચના કરવા સહિત વિવિધ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અધ્યક્ષસ્થાનેથી પ્રમુખ સુરજ વસાવા એ જણાવ્યું હતું કે, વ્યક્તિ લક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી સૌની છે. સરકારી યોજનાઓ એક માધ્યમ બની ગ્રામજનોના વિકાસ, રોજગારી અને આત્મનિર્ભરતા નું માધ્યમ બને તેવું આયોજન આપણા જિલ્લામાં થયું છે.તેમણે સૌને તાપી જિલ્લો પ્રગતિની દિશામાં આગળ વધે તે માટે સાથે મળી કામગીરીને આગળ ધપાવવા આહવાન કર્યું હતું. વધુમાં તેમણે રિનોવેટ કરેલ જિલ્લા પંચાયતના સભાખંડ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ખેતીવાડી, પશુપાલન અને આત્મા પ્રોજેક્ટ ના સહયોગથી તૈયાર કરવામાં આવેલ ક્યુઆર સ્કેન કોડ દ્વારા જિલ્લાના ખેડૂત અને પશુપાલક મિત્રોને વિવિધ બાબતો વિષે ઓનલાઇન માહિતી મળી રહે તે માટે ઓનલાઇન ક્યુઆર કોડ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.

આ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ખેડૂતોએ હવે કોઈપણ બાબતો માટે પેમ્પલેટ કે કાગળ ઉપર આધાર ન રાખતા મોબાઈલ દ્વારા આંગળીના ટેરવે વિવિધ ઉપયોગી માહિતી મેળવી શકાશે. જિલ્લાની તમામ ગ્રામપંચાયતો ખાતે ક્યુઆર કોડના માધ્યમથી ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, શેરડીની વૈજ્ઞાનિક ખેતી, પશુપાલન થાકી ખેતીની આવક બમણી કરવા માટેના સૂચનો, કૃષિ ક્ષેત્રમાં મહિલાઓનો શ્રમ ઘટે એવા સાધનો બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.  આ ઉપરાંત સામાન્ય સભામાં તિરંગા કવીઝ કોમ્પિટિશનમાં વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">