પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ ફરી ગરમાયું રાજકારણ, કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને, જુઓ Video

દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નદી જોડાણ યોજના ફરી વિવાદમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજને નુકસાન ગણાવી વિરોધનો ઈરાદો જાહેર કર્યો છે, જ્યારે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે.

પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈ ફરી ગરમાયું રાજકારણ, કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને, જુઓ Video
| Updated on: Aug 03, 2025 | 8:14 PM

દક્ષિણ ગુજરાતમાં એક વખત ફરીથી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજ માટે આ પ્રોજેક્ટને નુકસાનકારક ગણાવી મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે. બીજી તરફ, ભાજપના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આ પ્રોજેક્ટને લઈને આપેલું નિવેદન રાજકીય વાદવિવાદનું કેન્દ્ર બન્યું છે.

નરેશ પટેલનું કહેવું છે કે, “અનંત પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજને પાર તાપી રિવર લિંકના નામે ગેરમાર્ગે દોરી રહ્યા છે. હાલમાં કેન્દ્ર કે રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની કામગીરી આ પ્રોજેક્ટ માટે શરૂ કરી નથી. આવનારી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોની લાગણીઓ સાથે રમવામાં આવી રહી છે.”

અનંત પટેલે થોડા દિવસો પહેલા ધરમપુર ખાતે કહ્યું હતું કે લોકસભાના મોન્સૂન સત્રમાં જો ડીપીઆર રજૂ કરવામાં આવશે તો આદિવાસી સમાજ ફરીથી આંદોલન શરૂ કરશે. તેમણે પ્રોજેક્ટને “આદિવાસીઓ માટે ખતરનાક” ગણાવ્યું હતું.

મહત્વનું છે કે 2022માં પણ આ જ પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજે અનંત પટેલના નેતૃત્વ હેઠળ ઉગ્ર આંદોલન કર્યું હતું. તેના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને રદ કરવાની જાહેર જાહેરાત પણ કરી હતી.

હવે ફરીથી ડીપીઆર અથવા કામ શરૂ થવાના સંકેતો મળતાં રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ આ મુદ્દાને લઈ ફરીથી રાજકીય મંચે છે, તો બીજી તરફ ભાજપ આંદોલનને “પાયાવિહોણું” અને “જુઠાણું રાજકારણ” ગણાવી રહી છે.

સૌથી મોંઘા મહેલ લક્ષ્મી વિલાસ પેલેસમાં એક્ઝિબિશન, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા આયોજન, જોવા માટે અહીં ક્લિક કરો..

 

Published On - 8:12 pm, Sun, 3 August 25