અમદાવાદમાં સફાઇ કામદારોની હડતાળ યથાવત, શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજય

પડતર પ્રશ્નોને લઇને હડતાળ પર ઉતરેલા સફાઇ કામદારોના આંદોલનનો આજે ચોથો દિવસ છે. હડતાળના કારણે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં સફાઇ કામ બંધ રહેતા ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. શહેરના મણિનગર, વસ્ત્રાપુર, રિલીફ રોડ અને વેજલપુરમાં સ્થાનિકો ફરિયાદ કરતા અને નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા. શહેરમાં કચરાનો ઢગ વધતા સ્થાનિકોને હાલાકી પડી […]

અમદાવાદમાં સફાઇ કામદારોની હડતાળ યથાવત, શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજય
Follow Us:
| Updated on: Dec 26, 2020 | 3:25 PM

પડતર પ્રશ્નોને લઇને હડતાળ પર ઉતરેલા સફાઇ કામદારોના આંદોલનનો આજે ચોથો દિવસ છે. હડતાળના કારણે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં સફાઇ કામ બંધ રહેતા ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. શહેરના મણિનગર, વસ્ત્રાપુર, રિલીફ રોડ અને વેજલપુરમાં સ્થાનિકો ફરિયાદ કરતા અને નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા. શહેરમાં કચરાનો ઢગ વધતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. કોરોનાકાળમાં આ ગંદકી ઘણી જોખમરૂપ છે.

વસ્ત્રાપુરમાં તો અમુક સફાઇ કામદારોએ કચરાની ગાડીમાંથી કચરો કાઢી રસ્તા પર ઢગ કરતા સ્થાનિકોને અપાર મુશ્કેલી પડી રહી છે. કચરાના ઢગમાં માસ્ક અને હેન્ડ ગ્લવઝ સહિતની અનેક વસ્તુઓ હોવાથી સ્થાનિકોમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય છે. સ્થાનિકોનો આક્ષેપ છેકે, તંત્રના અધિકારીઓ સફાઇને લઇને ઉદાસીન વલણ દાખવી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વસ્ત્રાપુરમાં રસ્તા પર સફાઇ કામદારો દ્વારા કચરો ફેંકવાને લઇને સફાઇ કામદારોના આગેવાન ચંદુભાઇએ માફી માગી અને તાત્કાલિક ધોરણથી ત્યાં સફાઇકાર્ય હાથ ધરાવ્યું. તો આ તરફ અમદાવાદના સફાઇકર્મીઓ ખેડૂતોવાળી કરી રહ્યા છે.સફાઇકર્મીઓએ ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત્ રહેશે. આ ઉપરાંત બોડકદેવ સ્થિત ઝોન કચેરીએ સફાઇકર્મીઓએ રસોડું ચાલુ કર્યું છે, જેથી આંદોલનમાં આવતા તમામ લોકોને જમાડી શકાય. મહત્વનું છે કે એક કામદારે પડતર પ્રશ્નોને લઇને ઝેરી દવા પી લીધા બાદ મામલો બીચક્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">