સર્વે: જનતાનો મિજાજ, તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે!

રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોણે સૌથી વધુ મત મળશે એ પ્રશ્ન સાથે Tv9 Gujarati દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર poll મુકવામાં આવ્યા હતા.

  • Tv9 webdesk42
  • Published On - 23:52 PM, 22 Feb 2021
Why BJP succeeds and Congress fails in Gujarat?

Tv9 Gujarati Poll: રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોણે સૌથી વધુ મત મળશે એ પ્રશ્ન સાથે Tv9 Gujarati દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર poll મુકવામાં આવ્યા હતા. આ pollમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ભાગ લીધો અને પોતાનો મત જણાવ્યો છે. સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલા આ pollમાં જનતાએ તમામ 6 મહાનગરપાલિકાઓમાં ભાજપને સૌથી વધુ પસંદ કર્યું છે, એટલે કે pollમાં ભાગ લેનારી જનતાના મિજાજ અનુસાર તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે! આવો જોઈએ ત્રણ સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલા poll અને તેના પરિણામની વિગત

 

Twitter પર 699થી વધુ યુઝર્સે pollમાં લીધો ભાગ

રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter પર પ્રશ્ન સાથે મુકવામાં આવેલા poll “ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોણ વિજય પરચમ લહેરાવશે?”માં 699 લોકોએ ભાગ લીધો હતો. આમાંથી 58.2% યુઝર્સે ભાજપને, 21.5% યુઝર્સે કોંગ્રેસને અને 20.3% યુઝર્સે અન્ય વિકલ્પ પર પસંદગી ઉતારી હતી. એટલે કે Twitter પરના આ pollના પરિણામ મુજબ તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત થશે.

 

facebook પર 2000થી વધુ યુઝર્સે pollમાં લીધો ભાગ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ facebook પર “ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોણ વિજય પરચમ લહેરાવશે?” પ્રશ્ન સાથે મુકવામાં આવેલા pollમાં 2000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આમાં પણ સૌથી વધુ 1,071 યુઝર્સે ભાજપને પસંદ કર્યું તો 775 યુઝર્સે કોંગ્રેસને અને 428 યુઝર્સે અન્ય વિકલ્પ પર પસંદગી ઉતારી હતી.

 

Youtube પર સૌથી વધુ 5500 કરતા વધુ યુઝર્સે pollમાં લીધો ભાગ

Youtube પર મુકવામાં આવેલા “ગુજરાતની 6 મહાનગરપાલિકામાં કોણ વિજય પરચમ લહેરાવશે?” pollમાં અન્ય બંને સોશિયલ મીડિયા કરતા સૌથી વધુ 5,500 યુઝર્સે ભાગ લીધો હતો. Youtube પર સૌથી વધુ 58% યુઝર્સે ભાજપને પસંદ કર્યું તો 27% યુઝર્સે કોંગ્રેસને અને 15% યુઝર્સે અન્ય વિકલ્પ પર પસંદગી ઉતારી હતી.

 

આ પણ વાંચો: Ahmedabad: સરદાર પટેલ ઈન્ટરનેશનલ Airportમાં વ્યવસ્થાનો અભાવ હોવાની ઉઠી ફરિયાદો