સુરતના હીરા ઉદ્યોગમાં સરીન મશીનના કોપી રાઈટના મુદ્દે 200 જેટલા કારખાનામાં સર્વે બાદ યોજાઈ અગત્યની મિટિંગ

સુરત ડાયમંડ (Diamond )એસોસિએશનના મંત્રી દામજી માવાણીના જણાવ્યા અનુસાર હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી નું વાતાવરણ છે અને રશિયા તેમજ યુક્રેનના યુધ્ધને કારણે મામલો વધારે ખરાબ થયો છે.

સુરતના હીરા ઉદ્યોગમાં સરીન મશીનના કોપી રાઈટના મુદ્દે 200 જેટલા કારખાનામાં સર્વે બાદ યોજાઈ અગત્યની મિટિંગ
Surat Diamond Industry (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 3:39 PM

હીરા(Diamond ) ફેકટરીઓમાં સરીન મશીનનો ઉપયોગ અત્યારે સામાન્ય થઇ ગયો છે અને એમાં પણ મોટું કામ કરતા વેપારીઓ (Industrialist )આ મશીનનો ઉપયોગ કરે છે. પરંતુ સરીન મશીનના કોપીરાઇટ(Copyright ) ધરાવતી કંપની દ્વારા ગવર્મેન્ટના કોપીરાઇટ વિભાગમાં 200 થી વધુ હીરા કંપની સામે કોપીરાઇટની ફરિયાદ કરી હતી. જેને લઇને વિભાગ દ્વારા એક સાથે તમામ કંપનીઓમાં સર્વેની કામગીરી શરૂ કરી છે અને સરીન મશીનને લઈને કોપી રાઇટ નિયમનો ભંગ થાય છે કે નહિ, જેને લઇને હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ વેપારીની સાથે સુરત ડાયમંડ એસોસિએશન પણ દોડતું થયું છે.

સુરતના હીરા વ્યવસાયમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક સાથે 200થી વધુ હીરાની કંપનીઓમાં કોપી રાઇટ ઇસ્યુને લઈને સર્વે શરૂ થતા તેના માલિકો સાથે સુરત ડાયમંડ એસોસિએશન પણ દોડતું થયું છે. હાલમાં મંદીના વાતાવરણ વચ્ચે આવી પડેલી આ સ્થિતિનો માર્ગ કાઢવા માટે સોમવારે એટલે કે આજે ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ફેકટરીના માલિકો સાથે એક તાકીદની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમસ્યામાંથી કઇ રીતે બહાર નીકળી  શકાય તેના માર્ગ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

એક બાજુ હીરાના કારખાનાઓમાં કામ ઓછું છે બીજી બાજુ મશીનરી બનાવતી કંપનીએ કોપીરાઈટનો કેસ કરીને 200 હીરા પેઢીઓમાં કાર્યરત મશીનરીઓને સીલ કરાવી દીધી છે.જેને લઈને સિલ થયેલા મશીનરીના માલિકોની બેઠક યોજવામાં આવી હતી. સુરત ડાયમંડ અસોશિયન ખાતે આ બેઠક યોજવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીના જણાવ્યા અનુસાર હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી નું વાતાવરણ છે અને રશિયા તેમજ યુક્રેનના યુધ્ધને કારણે મામલો વધારે ખરાબ થયો છે. આવા સમયે હીરા ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવે તો ફેકટરીને નુકસાન છે સાથો સાથ રત્નકલાકારો પાસેથી પણ કામ છીનવાઈ જાય તેવી શક્યતા છે. જેથી સોમવારના રોજ સુરત ડાયમંડ એસોસિએશન ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે ફેક્ટરીઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યા છે અથવા સર્વે હાથ ધરવામાં આવનાર છે તેમના માલિક સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળાશે તે સંદર્ભે આયોજન કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

જે બેઠકમાં કઈ રીતે મશીનરી છોડાવી શકાય તે અંગે રણનીતિ ઘડવામાં આવી હતી. જો મશીનરીની સિલ નહિ ખોલવામાં આવે તો હજારો રત્નકલાકારો બેકાર બનવાની ભીતિ સેવાઈ રહી છે. આ અગાઉ ડાયમંડ એસોસિએશને કહ્યું હતું કે, હાલ હીરા માર્કેટની પરિસ્થિતી અત્યંત જ ખરાબ છે, ત્યારે મંદીના માર વચ્ચે મશીનરી સિલ થઈ જવાને કારણે કામ બંધ થતાં રોજગારી પર ખુબ મોટી અસર પડશે. એટલા માટે ડાયમંડ અસોસિએશન તમામ 200 કંપનીને એક જ મંચ પર લાવી મધ્યસ્થી કરી વચલો રસ્તો કાઢવામાં આવશે.

કોપો રાઈટના કેસનો ભોગ બનનાર નાની મોટી કંપનીઓના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળ્યા બાદ સંભવતઃ ડાયમંડ એસોસિયેશન દ્વારા આ સમસ્યા સનરભે સરકાર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવશે. આમ એક તરફ મંદી અને બીજી તરફ આ પ્રકારની કાર્યવાહીને પગલે હજારો રત્નકલાકારો બેરોજગાર બને તેવી આશંકા સાથે હીરા ઉદ્યોગને ભારે આર્થિક નુકશાન વેઠવું પડી શકે તેમ છે.

જુઓ વિડીયો :

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">