Surendranagar: વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલ જિલ્લાની બેઠકોની સ્થિતિ પર ચર્ચા કરશે

મિશન 182 માટે ભાજપ (BJP) ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (CR Patil)  વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ સુરેન્દ્રનગર (Surendranagar)  પ્રવાસે પહોંચશે. સી. આર. પાટીલ સાંજે સુરેન્દ્રનગર આવશે. જ્યાં વઢવાણના ઉપાસન સર્કલથી સાંજે 6 કલાકે રોડ શોનો પ્રારંભ થશે. આ રોડ શૉમાં ભાજપના આગેવાનો અને […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 1:30 PM

મિશન 182 માટે ભાજપ (BJP) ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (CR Patil)  વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ સુરેન્દ્રનગર (Surendranagar)  પ્રવાસે પહોંચશે. સી. આર. પાટીલ સાંજે સુરેન્દ્રનગર આવશે. જ્યાં વઢવાણના ઉપાસન સર્કલથી સાંજે 6 કલાકે રોડ શોનો પ્રારંભ થશે. આ રોડ શૉમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો બાઈક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જોડાશે. જે બાદ સી. આર. પાટીલ ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે સંવાદ બેઠક કરશે. આ ઉપરાંત ભાજપના આગેવાનો સાથે બુથ અને પેજ સમિતિઓની સમીક્ષા કરશે. ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ 23 જૂને સર્કિટ હાઉસમાં કાર્યકરોને મળશે. જે બાદ સંતો, મહંતો, કલાકારો, સાહિત્યકારો અને વિવિધ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. સી. આર. પાટીલ 23 જૂને સવારે 11 કલાકે દિવ્યાંગ, વિવિધ યોજનાના લાભાર્થી અને શ્રમિકો સાથે સંવાદ કરશે.

સુરેન્દ્રનગરમાં 5 વિધાનસભા બેઠકોને લઈને સી. આર. પાટીલ ચર્ચા કરશે. ખાસ કરીને જિલ્લાની ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા, વઢવાણ, લીમડી બેઠકની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં દસડા અને વઢવાણ બેઠક હાલ કોંગ્રેસ પાસે છે જે કબજે કરવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરના પ્રવાસે છે. તેઓ વિવિધ જિલ્લામાં જઈને ત્યાં રોડ શો કરવાની સાથે ભાજપના આગેવાનો સાથે બેઠકો કરી આ જિલ્લાની બેઠકોની સમિક્ષા કરે છે. અત્યાર સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત તાપી, નર્મદા, સુરત, અરવલ્લી, વડોદરા જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">