Surendranagar : લખતરમાં લમ્પી વાયરસ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ, અસરગ્રસ્ત ગામોના પશુઓનું 100 ટકા રસીકરણ કરવા તાકીદ

ગુજરાતમાં અત્યાર સુધી 20 જિલ્લામાં 57,677 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 41065 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1639 પશુઓના મોત થયા છે.

Surendranagar : લખતરમાં  લમ્પી વાયરસ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ, અસરગ્રસ્ત ગામોના પશુઓનું 100 ટકા રસીકરણ કરવા તાકીદ
Lumpy skin diseases
Image Credit source: File Photo
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 02, 2022 | 9:52 PM

ગુજરાતમાં(Gujarat)  ગાય સંવર્ગનાં પશુમાં પ્રવર્તી રહેલા લમ્પી વાયરસ(Lumpy Virus)  સંદર્ભે પ્રભારી સચિવ રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગરના(Surendranagar)  લખતર તાલુકા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. સચિવએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક તાલુકામાં લમ્પી વાયરસની સ્થિતિને લઈને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર જાણકારી પ્રાપ્ત કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જિલ્લાના લમ્પીથી અસરગ્રસ્ત ગામડાઓમાં રસીકરણની કામગીરીમાં વેગ લાવીને અસરગ્રસ્ત ગામોના પશુઓનું ઝડપથી 100 ટકા રસીકરણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત જ્યાં સૌથી વધુ કેસો જોવા મળે છે તેવા ગામડાઓની જિલ્લાના અધિકારીઓ દ્વારા મુલાકાત લઈને ગામડાઓમાં લમ્પી વાયરસ સંદર્ભે જાગૃતિ કેળવાય અને લોકો પશુઓને આઈસોલેશનમાં રાખવા બાબતના નિયમોનું પૂરતું પાલન કરે તે દિશામાં કામગીરી કરવા સંબંધે અધિકારીઓને જણાવ્યું હતું.

વધુમાં સચિવએ લમ્પી વાયરસને લઈને પશુપાલકોમાં લોકજાગૃતિ આવે તે માટે ગ્રામ્ય સ્તર સુધી યોગ્ય સંકલન કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ જો પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરીને તેને આઇસોલેશન સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવે તે બાબતે તાકિદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી. સંપટે લમ્પી વાયરસ સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી તેમજ જિલ્લા પશુપાલન અધિકારી બી. ટી કણજરિયાએ જિલ્લામાં લમ્પી સંદર્ભે ચાલી રહેલ પશુઓના રસીકરણ તેમજ સારવાર બાબતે જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી. એન. મકવાણા, નિવાસી અધિક કલેકટર વી.એન. સરવૈયા, લખતર મામલતદાર લખતર તાલુકા વિકાસ અધિકારી સહિત પશુપાલન વિભાગનાં અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

20 જિલ્લામાં 57,677 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો

ગુજરાતમાં અત્યાર સુધી 20 જિલ્લામાં 57,677 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 41065 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1639 પશુઓના મોત થયા છે. જયારે 14973 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે. આજરોજ નવા નોંધાયેલા  1727  કેસ પૈકી સૌથી વધુ જામનગરમાં 413, રાજકોટ જિલ્લામાં 363, કચ્છ જિલ્લામાં   301, દ્વારકા જિલ્લામાં 291 અને બાકીના સાત  જિલ્લામાં  ઓછા કેસ નોધાયેલ છે.

( ઇન પુટ , સાજિદ બેલિમ , સુરેન્દ્રનગર ) 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati