સુરેન્દ્રનગર : પશુ નિયંત્રણ કાયદાનો વિરોધ, માલધારી સમાજે કલેકટર કચેરીના પ્રાંગણમાં રામધુન બોલાવી

તાજેતરમાં વિધાનસભામાં રખડતા ઢોરના કાયદા ((Animal control laws))મામલે એક બીલ પાસ થયું છે. આ બીલ મુજબ દરેક પશુનું ફરજિયાત ટેગિંગ કરાવવાનું રહેશે, કાયદો પસાર થયાના 15 દિવસની અંદર પશુ રાખવાનું લાઇસન્સ લેવું પડશે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Apr 06, 2022 | 7:12 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા પશુ નિયંત્રણ કાયદાનો (Animal control laws) માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો છે. કાયદાના વિરોધમાં માલધારી સમાજના (Maldhari society)આગેવાનોએ રેલી યોજી કલેકટરને (Collector) આવેદનપત્ર પાઠવી કાયદો પરત ખેંચવા માંગ કરી હતી. સાથે કલેકટર કચેરીના પ્રાંગણમાં રામધુન બોલાવી અને ભાજપ સરકાર સામે ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલીમાં દુધઇ વડવાળા મંદિરના મહંત તેમ જ અન્ય સંતો અને મહંતો જોડાયા હતા. માલધારી સમાજના આગેવાને કહ્યું, મોંઘવારીના સમયમાં આ કાયદો પશુપાલકોને પડ્યા પર પાટુ મારવા જેવો સાબિત થશે. જો સરકાર કાયદો પરત નહીં ખેંચે તો આગામી સમયમાં પશુધન સાથે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. અને વિધાનસભાની ચૂંટણી બહિષ્કારની માલધારી સમાજે ચીમકી આપી હતી.

તાજેતરમાં વિધાનસભામાં રખડતા ઢોરના કાયદા મામલે એક બીલ પાસ થયું છે. આ બીલ મુજબ દરેક પશુનું ફરજિયાત ટેગિંગ કરાવવાનું રહેશે, કાયદો પસાર થયાના 15 દિવસની અંદર પશુ રાખવાનું લાઇસન્સ લેવું પડશે. ટેગિંગ ન હોય તેવા ઢોરને જપ્ત કરવામાં આવશે તથા રૂ.50 હજારનો દંડ લીધા બાદ જ છોડવામાં આવશે, ટેગિંગ નહીં કરાવનારા પશુમાલિકને જેલ અથવા રૂપિયા 10 હજારના દંડ અથવા બંને સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ કાયદાનો માલધારી સમાજનો ગુજરાતભરમાં વિરોધ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :Amreli : ધરોઇ ગામના ઉપસરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં મામલો ઉગ્ર બન્યો

આ પણ વાંચો : ગુજરાતમાં ત્રીજા દિવસે વધુ ઉગ્ર બની તબીબોની હડતાળ, દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati