Surendranagar : પીવાના પાણીનો વેડફાટ અને પાણી ચોરી અટકાવવા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

સુરેન્દ્રનગરમાં (Surendranagar) હાલમાં ઉનાળુ સિઝનમાં પીવાના પાણીની અછત ઉભી થયેલ હોઇ, સરકારની સૂચના અનુસાર બ્રહ્માણી-૨ ડેમ પીવાના પાણી માટે નર્મદા કેનાલ દ્વારા ભરવાનું આયોજન કરવામાં આવેલ છે. ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી છોડવામાં આવેલ છે.

Surendranagar : પીવાના પાણીનો વેડફાટ અને પાણી ચોરી અટકાવવા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
Surendaranagar Water Notification
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:46 PM

ગુજરાતના સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં પીવાના પાણીનો (Drinking Water)વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ(Collector)જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં હાલમાં ઉનાળુ સિઝનમાં પીવાના પાણીની અછત ઉભી થયેલ હોઇ, સરકારની સૂચના અનુસાર બ્રહ્માણી-૨ ડેમ પીવાના પાણી માટે નર્મદા કેનાલ દ્વારા ભરવાનું આયોજન કરવામાં આવેલ છે. ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી છોડવામાં આવેલ છે. પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે ધ્રાંગધ્રા શાખા નહેરની લાઇનદોરીમાં આવતા ગામોનું પાણી ચોરી ન થાય તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ ઉપરાંત નહેર દ્વારા પીવાનું પાણી પહોંચાડવા તથા પાણીના વહન દરમિયાન ઘણી જગ્યાએથી ખેડૂતો દ્વારા કેટલાક ઇસમો દ્વારા અનઅધિકૃત રીતે મશીનો ,બકનળી, સબમર્સીબલ પંપ દ્વારા પાણીનો ઉપાડ અને ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ પમ્પિંગ સ્ટેશન ઉપર પહોંચી શકતો નથી.

આ સંજોગોમાં નિગમના સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક પોલીસ સહાય મદદ દ્વારા મોનીટરીંગ અને કોમ્બીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે પરિસ્થિતિ ક્ષણિક સુધરતી જણાય છે પરંતુ કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી જે દરખાસ્ત મુજબ ધ્રાંગધ્રા શાખા નહેરના વિસ્તારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(એમ) હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવે તો પાણીની થતી ચોરી અટકાવી શકાય તેમ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા ધ્રાંગધ્રા શાખા નહેર કૂલ-74.310 કિ.મી. લાંબી નહેરમાંથી વહન થતાં પાણીનો અનઅધિકૃત ઉપાડ અને ઉપયોગ અટકાવી શકાય તેમજ પીવાના પાણીની વ્યવસ્થામાં ભાંગફોડ ઊભી કરી પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર વિપરીત અસર પહોંચે તેવા કોઈપણ કૃત્યો થતાં અટકાવી શકાય તે માટે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે

તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બાળા અને અણીન્દ્રા ગામ, લખતર તાલુકાના બજરંગપુરા, વણા, ધણાદ, પેઢડા ગામ, ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ગાળા, રાજગઢ, હીરાપુર, ઇસદ્રા, ધ્રાંગધ્રા, રાજપર, હરીપર, જુના ઘનશ્યામગઢ,બાઈસાબગઢ, પીપળા, કંકાવટી, ગોપાલગઢ કૂલ 19 ગામોમાંથી પસાર થતી નર્મદા ધ્રાંગધ્રા શાખા નહેર વિસ્તારમાં નીચે પાણી લેવા પર મનાઈ ફરમાવેલ છે.સુરેન્દ્રનગર જિલ્લાના કુલ-19 પ્રતિબંધિત ગામોમાં જાહેરનામાની તારીખ 28-04-2022 થી 60 દિવસ સુધીના સમયગાળા દરમ્યાન અમલમાં રહેશે.

આ પણ વાંચો :  Gujarat Foundation Day : ગુજરાત ગૌરવ દિવસે “ગાશે ગુજરાત પાટણ ગાન” સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે

આ પણ વાંચો : મહેસાણા : માનસિક દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન, યોગશિબિરના બીજા દિવસે અનેક નાગરિકો જોડાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">