Surendranagar: સી. આર. પાટીલે સાધુ સંતો, ભૂદેવો, સાહિત્યકારો, કલાકારો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી

સુરેન્દ્રનગર મેડિકલ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં ભાજપ સરકાર દ્વારા દરેકને સાથે રાખી તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયત્નો કરવા ખાતરી આપવામાં આવી હતી.

Surendranagar: સી. આર. પાટીલે સાધુ સંતો, ભૂદેવો, સાહિત્યકારો, કલાકારો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી
c. R. Patil in Surendranagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 12:53 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને પગલે ભાજપે 182 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે કામ શરૂ કર્યું છે જે અંતર્ગત ભાજપ (BJP) ના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (CR Patil) દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ શરૂ કરાયો છે. વિવિધ જિલ્લાઓમાં આ કાર્યક્રમ યોજાયા બાદ સી.આર. પાટીલ ગઈ કાલે સુરેન્દ્રનગર (Surendranagar) ના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના સુરેન્દ્રનગર પ્રવાસનો આજે બીજો દિવસ છે. વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ હેઠળ સી. આર. પાટીલ સંતો, મહંતો, કલાકારો તેમજ ધાર્મિક આગેવાનો સાથે પાટીલની બેઠક કરી હતી. જે બાદ સી. આર. પાટીલ દિવ્યાંગો, ગંગા સ્વરૂપ બહેનો, શ્રમિકો સાથે સંવાદ કરશે.

સુરેન્દ્રનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સાધુ સાહિત્યકારો સાથે બેઠક યોજાઇ હતી. સુરેન્દ્રનગર મેડિકલ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં વિશાળ સંખ્યામાં સાધુ સંતો, ભૂદેવો, સાહિત્યકારો, કલાકારો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. સાધુ સંતો, સાહિત્યકારો, કલાકારો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપ સરકાર દ્વારા દરેકને સાથે રાખી તમામ પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયત્નો કરવા ખાતરી આપવામાં આવી હતી. ગાંધીનગરમાં ભાજપની બેઠકના કારણે સી. આર. પાટીલે પ્રવાસ ટૂંકાવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આગેવાનો, કાર્યકરો સાથે બેઠક અને અન્ય કાર્યક્રમ બપોરે 12 વાગ્યા સુધીમાં પૂર્ણ કર્યો હતો.

આજે ગાંધાનગરમાં ભાજપ ધારાસભ્યોની મુખ્યમંત્રી નિવસ્થાને બેઠક મળવાની છે. સાંજે 4 કલાકે ધારાસભ્યોની બેઠક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધક્ષતામાં યોજાશે જેમાં બેઠકમાં બી.એલ સંતોષ અને તરુણજી ચુગ રહેશે હાજર રહેશે. આ બેઠકમાં તમામ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો હાજર રહેવાના છે. રાષ્ટ્રીપતિ ચૂંટણી મતદાન પ્રકિયા સમજ અંગે બેઠકમાં મંથન થશે, રાજ્યમાં કુલ વસ્તી અને MLA-MP સંખ્યા આધારે BJPના 38751 મતો થાય છે. ભાજપનાં આ તમામ 38751મતો દ્રૌપદી મુર્મુને મળે તે અંગે બેઠકમાં મંથન કરવામાં આવશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

રાજ્યના ભાજપનાં 111 MLA, 26 સાંસદ અને 11 માંથી 8 રાજ્યસભાના સાંસદ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરશે. સાસદના એક વોટનું મૂલ્ય 700 મતનું મૂલ્ય સમાન ગણાય છે. જેમા 14950ની MLA સંખ્યા આધારે ગણતરી જ્યારે MPના 23,800 મતની ગણતરી થાય છે. કસમકસનો જંગ વચ્ચે એક પણ મત ફેલ ન જાય તે માટે આજે માર્ગદર્શન આપવામાં આવશે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">