‘લમ્પી’ના કારણે પશુપાલકોની માઠી દશા, સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં દૈનિક 65 હજાર કિલો દૂધની આવક ઘટી

લમ્પી વાયરસના કારણે સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં 5 ટકાથી લઈને 27 ટકા સુધીનો ઘટાડો સામે આવ્યો છે.

'લમ્પી'ના કારણે પશુપાલકોની માઠી દશા, સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં દૈનિક 65 હજાર કિલો દૂધની આવક ઘટી
Lumpy virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 11:35 AM

ગુજરાતના (Gujarat) 20 જિલ્લાના 2 હજારથી વધારે ગામમાં લમ્પી વાયરસનું (Lumpy virus)  સંક્રમણ પ્રસર્યું છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં લમ્પી સંક્રમણના કારણે દૈનિક 65 હજાર કિલો દૂધની આવક ઘટી ગઈ છે.જેમાં કચ્છમાં (kutch)  સૌથી વધારે 20 હજાર કિલો દૂધનું ઉત્પાદન રોજ ઓછું થવા લાગ્યું છે.લમ્પીના કારણે સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં 5 ટકાથી લઈને 27 ટકા સુધીનો ઘટાડો સામે આવ્યો છે. પશુપાલકો રોગચાળો વકરતા મહામૂલા પશુધનને બચાવવાને લઈ ચિંતિત બન્યા છે.લમ્પી સંક્રમિત પશુઓને ભૂખ ન લાગતી હોવાતી દૂધ ઉત્પાદનમાં (Milk Production) સતત ઘટતું હોવાનો તબીબોનો અભિપ્રાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

લમ્પી વાયરસથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસથી (Lumpy virus case) પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.રાજ્યના 20 જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે..પશુપાલન વિભાગના આંકડા પ્રમાણે 20 જિલ્લાના 2189 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.આ વાયરસથી અત્યાર સુધીમાં 57 હજાર 677 પશુઓ અસરગ્રસ્ત થયા છે.તો લમ્પીના કારણે 1,639 પશુઓનાં મૃત્યુ થયા છે.લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે.કચ્છ જિલ્લામાં (Kutch district) 38 હજાર 141 પશુઓ અસરગ્રસ્ત થયા છે.જ્યારે 1190 પશુઓ મોતને ભેટ્યા છે.લમ્પી વાયરસને રોકવા માટે રાજ્યમાં કુલ 11 લાખ 68 હજાર 605 પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.તો રસીકરણ બાદ 41 હજારથી વધુ પશુઓ સાજા થયા છે…જ્યારે 14,973 પશુઓ હજુ પણ સંક્રમિત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">