વિધાનસભા ચૂંટણીને પગલે સી આર પાટીલની કાર્યકર્તાઓને સલાહ, ‘કોઈની લાલચમાં અને કોઈ માટે ટોળા બનાવવાની જરૂર નથી’

વિધાનસભા ચૂંટણીને પગલે સી આર પાટીલની કાર્યકર્તાઓને સલાહ, 'કોઈની લાલચમાં અને કોઈ માટે ટોળા બનાવવાની જરૂર નથી'
C R Paatil visit surendranagar

વન ટે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી આર પાટીલ (C R Paatil) સુરેન્દ્રનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પેજ સમિતીના સભ્યોને મળ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 23, 2022 | 7:34 AM

સુરેન્દ્રનગરના(Surendranagar)  વઢવાણમાં પેજ સમિતી સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (CRPaatil) કાર્યકર્તાઓને સલાહ આપી કે, ટિકિટ માટે કોઈ ટોળું બનાવે તો બનાવાનું નથી. તેમણે કહ્યું કે, કોઈના માટે ટોળું બનવાની જરૂર નથી. ઉમેદવાર કોણ હોવું જોઈએ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  અને ગૃહપ્રધાન અમિત શાહને(Amit Shah)  ખબર છે. મહત્વનું છે કે, વન ટે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલ સુરેન્દ્રનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પેજ સમિતીના સભ્યોને મળ્યા હતા.

આજે વિવિધ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે

આ પહેલાં વઢવાણના ઉપાસન સર્કલથી રોડ શો યોજાયો હતો.રોડ શૉમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો બાઈક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જોડાયા હત..બાદમાં સી આર પાટીલે ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત ભાજપના આગેવાનો સાથે બુથ અને પેજ સમિતિઓની સમીક્ષા કરી હતી.23 જૂન ગુરૂવારે સી.આર. પાટીલ સર્કિટ હાઉસમાં કાર્યકરોને મળશે, સાથે દિવ્યાંગ, વિવિધ યોજનાના લાભાર્થી અને શ્રમિકો સાથે સંવાદ કરશે.બાદમાં સંતો, મહંતો, કલાકારો, સાહિત્યકારો અને વિવિધ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati