Surendranagar : હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ વ્યવસાયકારો સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે સંવાદ કર્યો

કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે(Darshana Jardosh) સુરેન્દ્રનગરમાં વ્યવસાયકારો સાથેના સંવાદ દરમિયાન તાલીમ યોગ્ય મળે છે કે કેમ ?વળતર અને લાભો મળે છે? તેવા પ્રશ્નો વ્યવસાયકારોને પૂછીને ઉપસ્થિતોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Surendranagar : હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ વ્યવસાયકારો સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે સંવાદ કર્યો
Surendranagar Handloom Handicraft Exhibition
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 11:28 PM

ગુજરાતમાં સુરેન્દ્રનગર(Surendranagar)  સર્કીટ હાઉસ ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની(Darshana Jardosh) ઉપસ્થિતિમાં હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ (Handloom  Handicraft  Exhibition) વ્યવસાયકારો સાથે સંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા વ્યવસાયકારોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપિલ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ વ્યવસાય જોડે સંકળાયેલ વ્યવસાયકારો સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર સ્થિત પંડિત દિન દયાળ ટાઉનહોલ ખાતે સંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

કેન્દ્રીય રાજ્યમંત્રીએ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ વ્યવસાય સાથે સંકળાયેલ વ્યવસાયકારો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલીકૃત બનાવવામાં આવી છે.હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ વ્યવસાયકારોને સમર્થ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો લાભ લઈને આજે ઘણા વ્યવસાયકારો પોતાની ઉત્પાદિત વસ્તુઓનું દેશભરમાં વેચાણ કરી રહ્યા છે.

રાજ્યમંત્રીએ વ્યવસાયકારો સાથેના સંવાદ દરમિયાન તાલીમ યોગ્ય મળે છે કે કેમ ?વળતર અને લાભો મળે છે? તેવા પ્રશ્નો વ્યવસાયકારોને પૂછીને ઉપસ્થિતોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ વણકર સેવા કેન્દ્રના આસિસ્ટન્ટ ડિરેક્ટર પવન ગુપ્તાએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સમર્થ તાલીમ પ્રમાણપત્ર, આર્ટીઝન કાર્ડ અને પહેચાન યોજનાના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો :  Surat : મસાલા પર મોંઘવારીનો માર, યુદ્ધ અને ખરાબ હવામાનને લીધે મસાલાના ભાવ 30 ટકા વધ્યા

આ પણ વાંચો :  Ahmedabad : ગરમીમાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કેરીનો રસ, ઠંડા-પીણાનું વિતરણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">