સુરતના નવા એરપોર્ટમાં હશે 23 વિમાનના પાર્કિગની સવલત, રન-વેની સમાતંર જ બનાવાશે ટેક્સી વે

પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ખાત મુહૂર્ત કરાયેલા, સુરત એરપોર્ટને લઈને સુરતીઓ માટે એક આનંદના સમાચાર આવી રહ્યા છે. સુરત એરપોર્ટને નવા રૂપરંગ સાથે અત્યાધુનિક બનાવવાની દિશામાં કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે. અંદાજે 355 કરોડના ખર્ચે આખો આ એરપોર્ટ વિસ્તરણનો પ્રોજેકટ હાથ ધરવામાં આવનાર છે. જે હેઠળ વિમાન પાર્કિંગ એપ્રનની સંખ્યા વધારીને 23 કરવામાં આવશે […]

સુરતના નવા એરપોર્ટમાં હશે 23 વિમાનના પાર્કિગની સવલત, રન-વેની સમાતંર જ બનાવાશે ટેક્સી વે
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 01, 2020 | 3:40 PM

પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ખાત મુહૂર્ત કરાયેલા, સુરત એરપોર્ટને લઈને સુરતીઓ માટે એક આનંદના સમાચાર આવી રહ્યા છે. સુરત એરપોર્ટને નવા રૂપરંગ સાથે અત્યાધુનિક બનાવવાની દિશામાં કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે. અંદાજે 355 કરોડના ખર્ચે આખો આ એરપોર્ટ વિસ્તરણનો પ્રોજેકટ હાથ ધરવામાં આવનાર છે. જે હેઠળ વિમાન પાર્કિંગ એપ્રનની સંખ્યા વધારીને 23 કરવામાં આવશે અને વર્તમાન રન-વેની સમાંતર ટેક્સી ટ્રેક પણ અલગ તૈયાર કરવામાં આવશે.

સુરત ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. આંકડા પ્રમાણે જોઈએ તો મુસાફરોની સંખ્યા પણ સારી નોંધાઇ રહી છે. હાલ ટર્મિનલ બિલ્ડીંગના એક્સપાન્સનની કામગીરી ચાલી જ રહી છે. તે સાથે અન્ય કામગીરી પણ આ પ્રોજેકટમાં સાંકળી લેવામાં આવી છે.

355 કરોડના ખર્ચે હવે સુરત એરપોર્ટ પર વિસ્તરણની કામગીરીનું કામ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જે અંગે સુરત એરપોર્ટના નવા અવતારના ફોટા અને વિગતો દર્શાવવામાં આવી છે. સુરત એરપોર પર વિમાન પાર્કિંગની સંખ્યા 5 થી વધારીને 23 કરવામાં આવશે. સાથે જ રનવેની સમાંતર ટેક્સી ટ્રેક પણ તૈયાર કરાશે. 25,520 ચોરસ મીટરના એરિયામાં વિસ્તરણ બાદ 1200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ મુસાફરોની ક્ષમતા ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃસુરતીઓ ફરી સાબિત થયા દાનવીર, લોકડાઉન બાદ હૃદય, લીવર, ફેફસાં અને કિડની દાનની ત્રીજી ઘટના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati