સુરતમાં કોરોનાને લઇ કોર્પોરેશની સ્થિતિ ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી, હાથ ધોવા માટે બનાવવામાં આવેલા વોશબેઝીન ભંગાર હાલતમાં

સુરતમાં કોરોનાને લઇ કોર્પોરેશની સ્થિતિ ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી, હાથ ધોવા માટે બનાવવામાં આવેલા વોશબેઝીન ભંગાર હાલતમાં

એક તરફ કોરોના સામે લડવા માટે પાલિકા વિવિધ ગાઈડ લાઈનના પાલન માટે માર્ગદર્શિકા બહાર પાડતી હોય છે પરંતુ એ માર્ગદર્શિકાના પાલન માટે જેની જરૂર છે તે સુવિધા પૂરી પાડવામાં પાલિકાની બેદરકારી સામે આવી છે.  સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા  વોશ બેઝિન કતારગામ વિસ્તારમાં ભંગાર હાલતમાં પડ્યા. હાલમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર […]

TV9 Web Desk101

| Edited By: Pinak Shukla

Nov 27, 2020 | 11:28 AM

એક તરફ કોરોના સામે લડવા માટે પાલિકા વિવિધ ગાઈડ લાઈનના પાલન માટે માર્ગદર્શિકા બહાર પાડતી હોય છે પરંતુ એ માર્ગદર્શિકાના પાલન માટે જેની જરૂર છે તે સુવિધા પૂરી પાડવામાં પાલિકાની બેદરકારી સામે આવી છે.  સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા  વોશ બેઝિન કતારગામ વિસ્તારમાં ભંગાર હાલતમાં પડ્યા.

હાલમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા સતત લોકોને અપીલ કરવામાં આવે છે કે લોકોએ કોરોનાથી બચવા માટે સતત હાથ ધોવા પણ સુરતમાં કંઈક અલગ જોવા મળ્યું સુરતના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં વોશ બેઝિન ભંગાર હાલતમાં મળી આવ્યા એક નહિ બે નહિ પણ 40 થી વધુ આ વોશ બેઝિન મળી આવ્યા પાલિકા દ્વારા આ વોશ બેઝિન બનાવવામાં આવ્યા હતા જે આજે આ ભંગાર સ્થિતિમાં જોવા મળ્યા.

આ પડેલા વોશ બેઝિન અંદાજીત 3500 રૂપિયામાં એક બને છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં વોશ બેઝિન છે તે કોઈની બેદરકારીના કારણે ભંગાર હાલતમાં પડ્યા છે તે એક મોટો સવાલ છે આતો એક ઝોન ની થઈ પણ શહેરના અલગ અલગ 8 ઝોનોમાં નજર કરવા આવે તો અનેક કૌભાંડ ભંગાર હાલતમાં જોવા મળે તો નવાઈ નહિ કારણ કે સુરત પાલિકા છેલ્લા કેટલાક મહિનાઓથી કોઈને કોઈ કૌભાંડમાં નામ સામે આવ્યું છે ત્યારે આ વધુ એક કૌભાંડ કહી તો નવાઈ નહિ પણ હાલમાં કોરોનાની જે સ્થિતિ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે પાલિકા દ્વારા વધુ આવા વોશ બેઝિન લોકો માટે મુકવા જોઈએ પણ અહિતો દ્રશ્યો કંઈક અલગ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati