સુરતીઓ એટલું પ્લાઝ્મા ડોનેટ કર્યું કે પ્લાઝ્મા બેંક પણ થઈ ગઈ ફુલ, હવે રક્તદાન માટે કરવી પડી રહી છે અપીલ..!!

સુરતીઓ એટલું પ્લાઝ્મા ડોનેટ કર્યું કે પ્લાઝ્મા બેંક પણ થઈ ગઈ ફુલ, હવે રક્તદાન માટે કરવી પડી રહી છે અપીલ..!!


ચાહે અંગદાન હોય, આર્થિક દાન હોય કે અન્ય દાન. સુરતીઓ હંમેશા બીજાની મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. કોરોના કાળમાં પણ સુરતીઓએ પોતાની આ પરંપરા જાળવી રાખી છે. બે મહિનામાં સુરતમાં ડોક્ટર, સફાઈકર્મી, પોલીસકર્મી, રત્નકલાકાર, વેપારી, ખેડૂતોએ એટલી પર્યાપ્ત માત્રામાં પ્લાઝ્મા ડોનેશન કરી દીધૂ છે કે હવે બ્લડ બેન્કોએ કહેવું પડી રહ્યું છે કે હવે રક્તદાન કરો.

હવે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપરેશનો શરૂ થઇ ગયા છે ત્યારે લોહીની જરૂરિયાત ઉભી થઇ છે. અને એટલા માટે દર્દીઓને લોહીની જરૂર છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સરકારી બ્લડ બેંકોમાં તેની સૌથી વધુ જરૂર વર્તાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાછલા ચાર પાંચ દિવસોથી જેટલું બ્લડ આવે છે તે તાતકાલિક પૂરુ થઇ જાય છે. પાંચ જુલાઈએ સ્મીમેર હોસ્પિટલમાં પહેલી વાર પ્લાઝમા ડોનેટ થયું હતું અને અત્યારસુધી 950 લોકોએ 1600 યુનિટ પ્લાઝ્મા ડોનેટ કરી દીધું છે. હજી પણ રોજના 20 થી 25 યુનિટ પ્લાઝ્મા ડોનેટ થઇ રહ્યું છે. બીજી બાજુ એકપણ સરકારી બ્લડ બેંકમાં બ્લડ ડોનેટ નથી થયું. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના બ્લડ બેન્ક લોકડાઉનથી બંધ છે, અને બ્લડ ડોનેશન કેમ્પ કરવાવાળી વેન પણ પાંચ મહિનાથી કશે ગઈ નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati