Surat: કોર્પોરેશનનું પાણી આવવા છતાં સુરતના લોકો કેમ પીવે છે કુવાનું પાણી, કારણ જાણી થઈ જશો આશ્ચર્યચકિત

ડુમસ, સુલતાનાબાદ અને ભીમપોર ગામના રહીશો માટે આ કૂવો પૂજનીય છે, લોકો પોતાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર વાસણો લઈને પાણી ભરવા આવે છે.

Surat: કોર્પોરેશનનું પાણી આવવા છતાં સુરતના લોકો કેમ પીવે છે કુવાનું પાણી, કારણ જાણી થઈ જશો આશ્ચર્યચકિત
Why do the people of Surat drink well water
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 12, 2021 | 6:24 PM

Surat: સ્માર્ટ સીટી માટે સુરત શહેરને અસંખ્ય એવોર્ડ મળી ચુક્યા છે અને સુરત (Surat)શહેરની નામના પણ હવે સ્માર્ટ સીટી તરીકે થવા લાગી છે. આ શહેરમાં હજીય એવા લોકો છે, જેમને મહાનગરપાલિકાના નળના પાણી કરતા કુવા (Well)ના પાણી પર વધુ વિશ્વાસ છે અને પાણી (Water)પીવા માટે તેઓ કોર્પોરેશનના પાણી પર નહીં કુવા (Well)ના પાણી પર જ નિર્ભર છે.

સુરત (Surat)ના ડુમસ વિસ્તારમાં જ્યાં અંદાજે 20 હજાર કરતા પણ વધુ વસ્તી રહે છે, હદ વિસ્તરણ પછી ડુમસનો સમાવેશ સુરત (Surat)માં ક્યારનો થઈ ગયો છે અને દરેક ઘરોમાં મહાનગરપાલિકા (Corporation)એ નળ કનેક્શન પણ આપી દીધું છે. તેમ છતાં ગામના લોકો પીવાના પાણી (Water) માટે ડુમસ લંગર પાસે આવેલા કુવા (Well)નું પાણી જ પસંદ કરે છે.

ડુમસ, સુલતાનાબાદ અને ભીમપોર ગામના રહીશો માટે આ કૂવો પૂજનીય છે, લોકો પોતાના ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર વાસણો લઈને પાણી ભરવા આવે છે. કુવામાંથી પાણી ભરતા પહેલા તેઓ ચંપલ બહાર ઉતારે છે. કારણ કે આ કુવાને તેઓ પૂજતા આવ્યા છે, ગ્રામવાસીઓના મતે દરિયાથી ફક્ત 1 કિમીના અંતરે આવેલ હોવા છતાં છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમયથી આ કૂવો તેમને સ્વચ્છ અને મીઠું પાણી (Water) આપતો આવ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

વિજય પટેલનું કહેવું છે કે તેમના ગામમાં સુરત (Surat) મનપા પાણી પહોંચાડે છે પણ તે નિયમિત અને ચોખ્ખું હોતું નથી. પરંતુ ગામમાં આવેલા આ કૂવામાં ચોમાસામાં 12 ફૂટ અને બાકીની બીજી ઋતુમાં 7 ફૂટ જેટલું પાણી (Water) રહે છે. ગ્રામજનોની માન્યતા છે કે, બીમારીમાં પણ આ કુવા (Well)નું પાણી પીને વ્યક્તિ સાજા થઈ જાય છે.

અન્ય એક સ્થાનિકે જણાવ્યું  કે આ કુવા (Well)ના તળિયે 5 આયુર્વેદિક ઝાડ આવેલા છે. લીમડો, વડ, નાળિયેરી અને આમલીના મૂળિયા આ કુવાના પાણીને ફિલ્ટર જેવું રાખે છે. ત્યારે ગ્રામવાસીઓ આ પાણી (Water)ને ઉકાળ્યા વગર ફિલ્ટર વગર જ પીએ છે અને તેમના માટે આ કુવાનું પાણી ગંગાજળ જેવું જ છે.

આ પણ વાંચો : Rajkot : કોરોનાની ગાઇડલાઇન વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">