દાંતનો દુઃખાવો જ્યારે અસહ્ય થાય ત્યારે અજમાવો આ ઝટપટ ઉપાય

દાંતનો દુઃખાવો જ્યારે અસહ્ય થાય ત્યારે અજમાવો આ ઝટપટ ઉપાય

દુઃખાવો કોઈપણ હોય ખૂબ કષ્ટદાયક હોય છે. પણ જ્યારે દાંતનો દુઃખાવો હોય તો તે કોઈ મુશ્કેલીથી ઓછું નથી. કંઈ ખાતી વખતે અચાનક જો દાંતમાં દુખાવો થાય તો ખાવાની મજા પણ બગડી જાય છે. પણ ક્યારેક દાંતનો દુખાવો એવા સમયે ઉપડે છે, જ્યારે ડોકટરને સંપર્ક કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

Parul Mahadik

| Edited By: TV9 Webdesk11

Oct 02, 2020 | 11:25 AM

દુઃખાવો કોઈપણ હોય ખૂબ કષ્ટદાયક હોય છે. પણ જ્યારે દાંતનો દુઃખાવો હોય તો તે કોઈ મુશ્કેલીથી ઓછું નથી. કંઈ ખાતી વખતે અચાનક જો દાંતમાં દુખાવો થાય તો ખાવાની મજા પણ બગડી જાય છે. પણ ક્યારેક દાંતનો દુખાવો એવા સમયે ઉપડે છે, જ્યારે ડોકટરને સંપર્ક કરવું પણ મુશ્કેલ થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દાંતના દુઃખાવાના કારણો :
દાંતમાં સડો, દાંતમાં ઇજા, તૂટેલા દાંત, મોઢામાં ચાંદા, પેઢામાં સોજો, દાંતની અંદર સોજો, બેક્ટેરિયાના કારણે દાંતમાં સડો કે સંક્રમણ, કાનમાં દુઃખાવો, જબડા અથવા મોઢામાં ઇજા થવી, હાર્ટ એટેક, અક્કલની દાઢ આવવી.

ઘરગથ્થુ ઉપચાર :

1). લવિંગના તેલને હર્બલ દવાની જેમ વાપરી શકાય છે. જે દાંતમાં દુઃખાવો હોય તે દાંત પર લવિંગનું તેલ રૂ વડે લગાવો. આખા દિવસમાં 3 કે 4 વાર લગાવી શકાય છે.
2). આદુનો પાઉડર પણ પેઇન કિલરની જેમ કામ કરે છે. આદુની પેસ્ટ બનાવીને દુઃખતા દાંત પર લગાવો અને પછી કોગળા કરી લો.
3). હિંગની પણ પેસ્ટ બનાવીને રૂ વડે દાંત પર લગાવી શકો છો, તે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.


4). કાંદામાં પણ એન્ટી બેક્ટેરિયલ ગુણો છે. કાંદાના નાના ટુકડા લગાવીને દુઃખતા દાંત પર લગાવો, જ્યાં સુધી દુઃખાવો ઓછો ન થાય ત્યાં સુધી દિવસમાં બે વાર રિપીટ કરો.
5). તે જ પ્રમાણે લસણની કળીની પેસ્ટ બનાવીને તેમાં મીઠું ઉમેરીને બે ત્રણ વાર દુઃખતા દાંત પર લગાવી શકાય છે.
6). મીઠાના પાણીના કોગળા કરી શકો છો અથવા જમરૂખના પાંદડાને પણ પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી દુઃખાવામાં રાહત મળે છે.
7). રૂને પાણીમાં પલાળીને તેના પર બેકિંગ સોડા લગાવીને દુઃખતા દાંત પર મુકવાથી આરામ મળે છે, પછી કોગળા કરી લેવા.

દાંત દુઃખે ત્યારે શું ખાવું ?

બાફેલા બટાકા, વગર ખાંડનું મિલ્કશેક, જ્યુસ, પાકેલું કેળું, વગર મસાલાના ખોરાકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati