મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન ‘અભિનંદન’

Parul Mahadik

Parul Mahadik | Edited By: Parth_Solanki

Updated on: Mar 02, 2019 | 12:09 PM

દેશમાં ચાલી રહેલો ટ્રેન્ડ હવે સુરતની સાડીઓ પર જોવા મળે છે. પહેલા સુરતમાં ઇલેક્શન ફીવર દર્શાવવા મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીઓ બજારમાં આવી હતી. અને તે બાદ ભારતીય સેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકની પ્રિન્ટ વાળી સાડીઓએ પણ ધૂમ મચાવી હતી. જે પછી હવે દેશમાં અભિનંદનની ઘર વાપસી પર જે માહોલ બન્યો છે. ત્યારે સુરતના કાપડમીલ માલિકોએ […]

મોદી, પ્રિયંકા ગાંધી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે સુરતની સાડી પર ઝળક્યા વીર જવાન 'અભિનંદન'

દેશમાં ચાલી રહેલો ટ્રેન્ડ હવે સુરતની સાડીઓ પર જોવા મળે છે. પહેલા સુરતમાં ઇલેક્શન ફીવર દર્શાવવા મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીઓ બજારમાં આવી હતી. અને તે બાદ ભારતીય સેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકની પ્રિન્ટ વાળી સાડીઓએ પણ ધૂમ મચાવી હતી.

જે પછી હવે દેશમાં અભિનંદનની ઘર વાપસી પર જે માહોલ બન્યો છે. ત્યારે સુરતના કાપડમીલ માલિકોએ અભિનંદનની ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે. જેનો પણ હાલમાં ટ્રેન્ડ વધી રહ્યો છે.

સાડીની પ્રિન્ટ તૈયાર કરનાર રાજુભાઇ પ્રજાપતિનું કહેવું છે કે આ પહેલા સર્જીકલ સ્ટ્રાઈક અમે તૈયાર કરી હતી. જેની ખૂબ ડિમાન્ડ રહી હતી. ત્પયાર બાદ હવે દેશના હીરો બની ચૂકેલા વિંગ કમાન્ડર અભિનંદનની સાડીની પણ ડિમાન્ડ આવવા લાગી હતી. જેથી અમે ખાસ અભિનંદનના ફોટાવાળી ડિજિટલ પ્રિન્ટની સાડી તૈયાર કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati