Surat શહેરમાં દારૂ ઘુસાડવાની અનોખી તરકીબ, એસઓજીએ તરકીબ નિષ્ફળ બનાવી

સુરતમાં(Surat)દારૂ ઘુસાડવા માટે બુટલેરો અને ખેપિયાઓ દ્વારા અવનવી તરકીબો અજમાવતી હોય છે. આવી જ એક તરકીબનો ઉપયોગ સુરતમાં દારૂ ઘુસાડવા માટે કરવામાં આવી રહ્યો હતો

Surat શહેરમાં દારૂ ઘુસાડવાની અનોખી તરકીબ, એસઓજીએ તરકીબ નિષ્ફળ બનાવી
Surat Police Arrest Liquor Smuggler
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:55 PM

સુરતમાં(Surat)દારૂ ઘુસાડવા માટે બુટલેરો અને ખેપિયાઓ દ્વારા અવનવી તરકીબો અજમાવતી હોય છે. આવી જ એક તરકીબનો ઉપયોગ સુરતમાં દારૂ ઘુસાડવા માટે કરવામાં આવી રહ્યો હતો. જેમાં વેસ્ટ પ્લાસ્ટિક અને કચરાની હેરાફેરી કરતા આઇસર ટેમ્પોમાં કચરાની અંદર દારૂનો જથ્થો મૂકી સુરતમાં ઘુસાડવામાં આવતો હતો.પરંતુ સુરત એસઓજી પોલીસે ખેપીયાના આ મનસુબા પર પાણી ફેરવી નાખ્યું હતું. સુરત એસઓજી પોલીસે દારૂના જથ્થા સાથે આઇસર ટેમ્પોને ઝડપી પાડયો હતો. આ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી દારૂનો જથ્થો અને આઇસર કબજે કરી આગળની તાપસ હાથ ધરી છે. સુરત પોલીસની આંખમાં ધૂળ જોખી અને હાથ તાળી આપી ખેપીયાઓ મોટી માત્રામાં શહેરમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો અપનાવી રહ્યા હતા.જો કે શહેરમાં તેના ગંતવ્ય સ્થાને આ જથ્થો પહોંચે તે પહેલા જ સુરત એસઓજી પોલીસે બુટલેગરનું આ રાજ ખૂલું પાડી દીધું હતું એસઓજી પોલીસના માણસોને બાતમી મળી હતી કે એક આઈશર ટેમ્પામાં કચરાની ગુણોની નીચે મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો સેલવાસ ખાતેથી મોકલવામાં આવેલ છે

કુલ 2 લાખથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો

આ ટેમ્પો ONGCકોલોનીની દિવાલ પાસે મગદલ્લા પોલીસ લાઈન તરફ જવાના રોડ ઉપર આગમ પ્રિસ્ટેજ બિલ્ડીંગની સામે ઉભેલ છે. જે બાતમી આધરે તે જગ્યાએ તપાસ કરતા એક આયસર ટ્રક નં. DD-01-C 9498ને પક્ડી તેમાં બેસેલ ડ્રાઈવર સંજય રાજનારાયણ પાલ (ઉ.વ.25)ને ઝડપી પાડ્યો હતો.અને આઈશર ટેમ્પાની ઝડતી કરતા તેમાં ભરેલ પ્લાસ્ટીક-રબ્બરના કચરાની ગુણોની નીચેથી ગેરકાયદેસર ઇગ્લીશ દારૂની વ્હિસ્કી અને બીયરના ટીન બોટલો કુલ 2 લાખથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.જેથી SOG પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી ટેમ્પો અને દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સુરત શહેર SOG પોલીસે ટેમ્પો ડ્રાઇવર સંજય પાલની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, આ ઇંગ્લિશ દારૂ સેલવાસ ખાતે રહેતા વોન્ટેડ આરોપીઓએ ભરાવી આપેલ હતો. રસ્તામાં પોલીસ ચેકીંગમાં પોતે પકડાઈ ન જાય તે માટે પ્લાસ્ટિક-રબ્બરના કચરાની ગુણોની અંદર દારૂની પેટીઓ સંતાડી તેની ડીલેવરી કરવા માટે જણાવ્યું હતું અને પોતે સુરત રહેતા વોન્ટેડ આરોપીને આપવા આવેલ હોવાની હકીકત જણાવેલ હતી.જેને લઈ આરોપી તથા આ ઇગ્લીશ દારૂ મંગાવનાર તથા સેલવાસ ખાતેથી ઇગ્લીશ દારૂ ભરી આપનાર ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધમાં ઉમરા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">