સુરતમાં પક્ષીપ્રેમીઓનો કાબિલ-એ-દાદ પ્રયાસ: પક્ષીઓને રહેવા અનોખી રીતે બનાવ્યા 2500 નેસ્ટ બોક્સ

સુરતમાં પક્ષીપ્રેમીઓનો કાબિલ-એ-દાદ પ્રયાસ: પક્ષીઓને રહેવા અનોખી રીતે બનાવ્યા 2500 નેસ્ટ બોક્સ
પક્ષી પ્રેમી સુરતીઓનો અનોખો પ્રયાસ

આત્યારના સમયને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે સુરતની નેચર ક્લબ સંસ્થા દ્વારા તેમને રહેઠાણ પૂરું પાડવાના ઉમદા આશય સાથે કન્ટેનર હોમ તૈયાર કરવામાં આવ્યા છે.

Parul Mahadik

| Edited By: Gautam Prajapati

Jul 07, 2021 | 11:28 AM

સુરત શહેર આજે કોન્ક્રીટના જંગલોમાં ફેરવાઈ રહ્યું છે. ત્યારે પક્ષીઓને રહેવા માટે વૃક્ષોની સંખ્યા પણ ઘટી રહી છે. આ સમયે સુરતની એક જીવદયા સંસ્થાએ પક્ષીઓ માટે નવું રહેઠાણ બનાવવાનું શરૂ કર્યું છે. અને પક્ષીઓનું આ નવું ઘર છે કન્ટેનર હોમ.

હાલ સુરતમાં જ્યારે વૃક્ષોની સંખ્યા ઓછી થઈ રહી છે ત્યારે પક્ષીઓને રહેઠાણ માટે મુશ્કેલી ઉભી થઇ છે. વૃક્ષો ન હોવાથી પક્ષીઓ માળા બનાવી નથી શકતા. આ સ્થિતિમાં પક્ષીઓનો વિચાર કરીને સુરતની નેચર ક્લબ સંસ્થા દ્વારા તેમને રહેઠાણ પૂરું પાડવાના ઉમદા આશય સાથે કન્ટેનર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. નેચર ક્લબના વોલેન્ટીયરો દ્વારા આવા 100-200 નહિ પરંતુ 2500 જેટલા કન્ટેનર હોમ બનાવવામાં આવ્યા છે.

નેચર ક્લબના સ્નેહલ પટેલ કહે છે કે શહેરોમાં વૃક્ષોની સંખ્યા ઓછી હોવાથી પક્ષીઓ માળા બનાવી શકતા નથી. માળા માટે તેમને સાંકડી જગ્યા અને હૂંફની જરૂર હોય છે. જેથી તેઓએ આ નેસ્ટ બોક્સ બનાવ્યા છે.

સંસ્થાના વોલેન્ટીયરો દ્વારા ભંગારના વેપારીઓ પાસેથી આવા 20 લીટરના કન્ટેનર ખરીદવામાં આવ્યા હતા. જેને પક્ષીઓના રહેઠાણ પ્રમાણે કટ કરીને નાના પક્ષીઓ અને મોટા પક્ષીઓને રહેવા લાયક બનાવે છે. આ કન્ટેનરને ગ્રીન કલર કરવામાં આવ્યો છે. જે પક્ષીઓને વધારે આકર્ષે.

આ નેસ્ટ બોક્ષ સુરતના 145 ગાર્ડનમાં મુકવાની પરવાનગી પણ મળી ગઈ છે. અને અમુક બગીચાઓમાં આ કન્ટેનર હોમ મૂકી પણ દેવામાં આવ્યા છે. પારંપરિક ઘરોમાં પક્ષીના માળા માટે જગ્યાઓ પણ રાખવામાં આવતી હતી. પરંતુ હવે તો ઘરોમાં મચ્છર પણ ન ઘૂસે તે માટે જાળી લગાવે છે. ત્યારે તેના કારણે હવે ચકલીઓ પણ આશરા માટે ઘરની અંદર પ્રવેશી શકતી નથી.

પણ હવે આ નેસ્ટ હોમ શહેરના પક્ષીઓ માટે નવું રહેઠાણ બની ગયા છે. અને તેને બર્ડ ફ્રેન્ડલી તૈયાર કરવામાં આવ્યા છે. જેથી પક્ષીઓ પોતાની રીતે આ માળામાં આરામથી રહી શકે.

આ પણ વાંચો: Surat : ઇંધણના વધતા ભાવો અને મોંઘવારી સામે કોંગ્રેસ જનચેતના આંદોલન ચલાવશે

આ પણ વાંચો: Surat : કડોદરાની જ્વેલર્સ શોપમાંથી સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી 3 થી 4 લોકો થયા ફરાર

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati