સુરતના હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા કરસે લોકાર્પણ 

રાજ્યના લોકોને હવે ક્રુઝ સેવાની ભેટ મળશે. ડાયમંડ સીટી સુરત (Surat)ના હજીરા (Hazira)થી દીવ (Diu) વચ્ચે ક્રુઝ સેવા (Cruise Facility) શરૂ થશે.

  • Kunjan Shukal
  • Published On - 23:09 PM, 29 Mar 2021
સુરતના હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા કરસે લોકાર્પણ 
ફાઈલ ફોટો

રાજ્યના લોકોને હવે ક્રુઝ સેવાની ભેટ મળશે. ડાયમંડ સીટી સુરત (Surat)ના હજીરા (Hazira)થી દીવ (Diu) વચ્ચે ક્રુઝ સેવા (Cruise Facility) શરૂ થશે. આ ક્રુઝ સેવાનું લોકાર્પણ 31મી માર્ચે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા (Union Minister Mansukh Mandaviya) કરશે. સોમવાર અને બુધવારે સાંજે હજીરાથી ક્રુઝ ઉપડશે અને જે બીજા દિવસે સવારે દીવ પહોંચશે. મંગળવાર અને ગુરૂવારે હજીરા પરત ફરશે.

 

 

આ મુસાફરી માટે આશરે 13થી 14 કલાક જેટલો સમય લાગશે. આ માટે એક મુસાફરનું ભાડુ 900 રૂપિયા લેવામાં આવશે. સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત એક બાદ એક સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: કોરોનાનો ફૂંફાડો : ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના 20,000 થી વધારે કેસ 67 લોકોએ જીવ ગુમાવ્યો