સુરતમાં આવી રીતે કરાતી હતી દારૂની હેરાફેરી, પોલીસે વ્હીસ્કીની 56 બોટલ કબજે કરી

સ્પેશ્યિલ ઓપરેશન ગૃપના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દારૃની હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે ગોડાદરા એસએમસી ગાર્ડન પાસે વોચ ગોઠવી એક ટેમ્પો આંતરવામાં આવ્યો હતો.

સુરતમાં આવી રીતે કરાતી હતી દારૂની હેરાફેરી, પોલીસે વ્હીસ્કીની 56 બોટલ કબજે કરી
Surat Liquor Seized
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 25, 2021 | 4:44 PM

સુરતમાં(Surat)  અને દક્ષિણ ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીનો માહોલમાં પાર્ટીનું(Party) આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં પણ શનિ-રવિની રજાથી નાતાલ(Natal) સેલિબ્રેશનની શરૂઆત થઇ રહી છે. ન્યૂ યર પાર્ટી એટલે કે ડીજે, ડાન્સ, ડ્રીંક એન્ડ ડીનર આધારિત હોય છે. જો કે હવે એમાં એમડી પણ ઉમેરાયું છે. પાર્ટીઓમાં માદક પદાર્થોનું સેવન રોકવા માટે શહેર પોલીસે(Police)  કમર કસી છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ બ્રાન્ચને સુચના આપવામાં આવી કે શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી પર નજર રાખવામાં આવે ત્યારે સુરત સ્પેશ્યિલ ઓપરેશન ગૃપના ઇન્સપેક્ટર રાજેશ સુવેરાએ તો સ્ટાફની વિશેષ મિટિંગ લઇ અસરકારક કામગીરી માટે તાકીદ પણ કરી હતી. ત્યાં સૂવેરાની આ સૂચનાનું સકારાત્મક પરિણામ અલગ જ રીતે કરવામાં આવતી દારૂની હેરાફેરીને ઝડપીને સામે આવ્યું હતું.

જેમાં પોલીસથી બચવા માટે બુટલેગરો નવા કિસ્સાઓ અજમાવતા હોય છે. ત્યારે સુરત એસઓજીની ટીમે મિનરલ વોટરના જગમાં વ્હીસ્કીની હેરાફેરી કરનારને ઝડપી પાડ્યો હતો. જેમાં 8 જગમાંથી વ્હીસ્કીની 56 બોટલ મળી હતી. આ સફળતાં બાદ તુરંત જુદી જુદી ટીમો બનાવી વ્હીસ્કી મંગાવનાર અને મોકલનારને પણ ઝડપી લેવાયા હતાં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સ્પેશ્યિલ ઓપરેશન ગૃપના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દારૃની હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે ગોડાદરા એસએમસી ગાર્ડન પાસે વોચ ગોઠવી એક ટેમ્પો આંતરવામાં આવ્યો હતો. જીજે 05 સીટી 3094 નંબરનો આ ટેમ્પો સાથેના અંબાલાલ ભુરાલાલ મેવાડા તથા દિનેશ જેઠમલ મેવાડા (રહે, ચંદ્રલોક સોસા, પરવતગામ)ને અટકાયતમાં લઇ ટેમ્પોની તલાશી લેવામાં આવી હતી.

આ બંનેએ ટેમ્પોમાં મિનરલ વોટરના જગ હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો. જો કે બાતમી પાકી હોવાથી પોલીસે આ પાણીના જગ ચેક કરવા માંડ્યા હતાં. પોલીસે આ તલાશીમાં જગમાંથી વ્હીસ્કીની બોટલ મળી આવી હતી. કુલ 8 જગમાં સંતાડેલી 56 બોટલ કબજે લઇ આ બંનેની ધરપકડ કરાઇ હતી. તેઓએ પ્રાથમિક તપાસમાં વ્હીસ્કીનો જત્થો પ્રભૂલાલ ચત્રાજી મેવાડા (રહે, સાઇનાથ સોસાયટી, સચિન હાઉસિંગે) મોકલ્યો હોવાનું તથા દિનેશ ચોથાલાલ કલાલ (રહે, વૈકુંઠધામ સોસાયટી, ગોડાદરા)ને પહોંચાડવાનો હોવાનું બહાર આવતાં આ બંનેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ખાસ કરી ને તો થર્ટી ફર્સ્ટ દરમિયાન રસિયાઓની ડિમાન્ડ વધી જતાં હોવાથી વ્હીસ્કીનો જથ્થો ઠાલવવા માટે ખેપિયાઓ, બૂટલેગરો અવનવી તરકીબો અજમાવતાં રહે છે. આવી જ એક તરકીબ તરીકે મિનરલ વોટરના જગમાં સંતાડી વ્હીસ્કીની હેરાફેરીનો પ્રયાસ કરાયો પરંતુ પોલીસે તે સફળ થવા દીધો ન હતો.

આ પણ  વાંચો: વડોદરામાં બોઇલર બ્લાસ્ટ કેસમાં તપાસ તેજ કરાઇ, કેન્ટોન લેબોરેટરીના બે ડિરેકટર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો

આ પણ વાંચો :  ગુજરાત હેડક્લાર્ક પેપરલીક કાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">