સતત વરસેલા વરસાદથી સુરત સિવિલ હોસ્પિટલમાં પણ પાણી પાણી, દર્દીઓ-ડોકટરને હાલાકી

વરસાદને પગલે સુરતની સિવિલ હોસ્પિટલમાં મુખ્ય કેસ બારી, સહિત અલગ અલગ વિભાગો અને સિવિલ પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી પડી હતી.

સતત વરસેલા વરસાદથી સુરત સિવિલ હોસ્પિટલમાં પણ પાણી પાણી, દર્દીઓ-ડોકટરને હાલાકી
સુરત સિવિલ હોસ્પિટલ

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જામી છે. શહેરમાં ગઈકાલ રાતથી વરસેલા દેમાર વરસાદને કારણે જ્યાં શહેરના માર્ગો, ખાડીઓ, અને ગરનાળામા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યાં જ સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ કંઈ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

વરસાદને પગલે સુરતની સિવિલ હોસ્પિટલમાં મુખ્ય કેસ બારી, સહિત અલગ અલગ વિભાગો અને સિવિલ પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી પડી હતી. ડેન્ટલ ઓપીડીની બહાર પગ સુધી પાણી ભરાઈ જતા નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવાની ફરજ પડી હતી.

આ સિવાય ટ્રોમા સેન્ટર, એક્સરે વિભાગની બહાર પણ પાણી ભરાઈ ગયું હતું. જેને પગલે ભારે હાલાકી સર્જાઇ હતી. કર્મચારીઓને તાત્કાલિક પાણીના નિકાલ માટે બોલાવવા પડ્યા હતા.

જો કે દર વર્ષે આ જ પ્રમાણેની સ્થિતિ ઉભી થાય છે. છતાં ચોમાસા પહેલા દર્દીઓને વરસાદના કારણે કોઈ હાલાકી ન પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવતું નથી.

અત્યારના આ સમયે જ્યારે સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ધ્યાન આપવાનો સમય છે ત્યારે આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વરસારના કારણે સિવિલમાં હોસ્પિટલના અલગ અલગ વિભાગો અને પરિસરમાં પાણી ભરાવવાથી ઘણી હાલાકીનો સામનો સ્વાસ્થ્ય કર્મચારી અને સામાન્ય જનતાના પણ કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: કોરોનાએ સમજાવ્યું ઓક્સિજનનું મહત્વ : ભારે ડિમાન્ડમાં છે 24 કલાક ઓક્સિજન આપતા આ પ્લાન્ટસ

આ પણ વાંચો: મેઘરાજાની બોલિંગ સામે સુરત પાલિકા ક્લીન બોલ્ડ, પહેલા જ વરસાદમાં શું થઇ હાલત જુઓ

આ પણ વાંચો: Surat Corporation: કોર્પોરેશન પોતાનો ખર્ચ ઘટાડી નથી રહી અને સ્થાયી સમિતિએ ઇન્જેક્શન ટેસ્ટ કીટ ખરીદવામાં કાપ મુક્યો

  • Follow us on Facebook

Published On - 4:07 pm, Fri, 18 June 21

Click on your DTH Provider to Add TV9 Gujarati